Sunday, 30 April 2023

મધુવન ફાઉન્ડેશન દ્વારા સક્ષમ-૨૦૨૩ અંતર્ગત સાયકલરેલીનું આયોજન

SHARE
મધુવન ફાઉન્ડેશન દ્વારા સક્ષમ-૨૦૨૩ અંતર્ગત સાયકલરેલીનું આયોજન 
મધુવન ફાઉન્ડેશન દ્વારા તારીખ ૩૦મી એપ્રીલ,૨૦૨૩ રવિવારના રોજ સક્ષમ-૨૦૨૩ અંતર્ગત “ઉર્જા સંરક્ષણ- નેટ ઝીરો કી ઓર” થીમ પર સાયકલરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદેશ્ય પર્યાવરણ જાગૃતતા અને સંરક્ષણ માટે લોકો આગળ આવે અને પર્યાવરણ બચાવવા લોકોમાં સભાનતા કેળવાય તે હતો. આ રેલીની શરૂઆત સરદાર પટેલ યુનિવર્સિટીથી શરૂ કરી મોટા બજાર, ઇસ્કોન મંદિર, રુદ્રાક્ષ કોર્નર, શહિદ ચોક થી મધુવન ફાઉન્ડેશન સુધી રાખવામા આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે નિપાબેન પટેલ (ચેરપર્સન- નિવેદિતા ફાઉન્ડેશન અને મંત્રી- ભાજપ મહિલા મોરચા, ગુજરાત પ્રદેશ), ડૉ.જાગૃતિબેન સુવેરા (એન.એસ.એસ. પ્રોગ્રામ કો- ઓર્ડિનેટર, સરદાર પટેલ યુનિવર્સિટી,વલ્લભ વિદ્યાનગર) અને મધુવન ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. વિક્રમ  જોગરાણા ઉપસ્થિત રહ્યા હતા અને રેલી પ્રસ્થાન માટે નિપાબેન પટેલ અને ડૉ.જાગૃતિબેન સુવેરા દ્વારા લીલી ઝંડી આપીને રેલી શરૂ કરાવી હતી. નિપાબેન પટેલે જણાવ્યુ હતું કે આ પર્યાવરણ જાગૃતતા કાર્યક્રમ કરવો એ સમાજમાં સાચા અર્થે સેવા કરવા બરાબર છે તેમજ દર રવિવારે લોકો આ પ્રમાણે સાયક્લોથોન માટે આગળ આવે તો સાચા અર્થમાં પર્યાવરણ માટે આપણે ભેગા મળીને કઈક કરી શકીશું અને એમને પણ આ પ્રકારના પર્યાવરણ લક્ષી ઘણા બધા કાર્યક્રમો કર્યા છે અને મધુવન ફાઉન્ડેશન દ્વારા જે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એ ખરેખર મારા હ્રદયને સ્પર્શી ગયું છે તે સાથે સંસ્થાના કાર્યને બિરદાવ્યુ હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. જેમાં ભાગલેનાર દરેકને ઇંડિયન ઓઇલ તરફથી ટી-શર્ટ, ટોપી તેમજ દરેકને મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતા. 
આ સાયકલરેલીને સફળ બનાવવા માટે મધુવન ફાઉન્ડેશનના કાર્યક્રમ સંયોજક ભરતભાઇ વાઢિયા તેમજ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા મહત્વનુ યોગદાન આપ્યું હતું.  


સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774,
9979407774
SHARE

Author: verified_user

0 comments: