આણંદ અમૂલના ચેરમેન લાલઘૂમ
અમૂલ બ્રાન્ડને બદનામ કરશો તો લોગો પરત ખેંચી લેવાશે ....
ન્યુઝીલેન્ડમાં યુવતીની છેડતીમાં આણંદ અમૂલના ડિરેક્ટર સંડોવાયા હોવાની વાતનું ખંડન કર્યું
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન "અમૂલ"નું એક પ્રતિનિધીમંડળ હાલ ન્યૂ ઝીલેન્ડમાં અમૂલના ઉત્પાદનોની નિકાસ માટે પ્રવાસ પર ગયું હતું. જ્યાં એક દૂધ ઉત્પાદક ફાર્મની મહિલા કર્મચારીએ અમૂલના પ્રતિનિધિમંડળમાં આવેલા બે પુરુષો પર છેડતીની પોલીસ ફરિયાદ નોંધાવી હોવાના કથિત સમાચારે સમગ્ર સહકારી આલમને ધમરોડ્યું છે.આ બાબતે વારંવાર ફોન આવવાના કારણે અકડાઈ ઉઠેલ આણંદ અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે અમૂલ બ્રાન્ડની વિશ્વનિયતા અને પ્રતિષ્ઠાને લાંછન લગાડતી બાબતો વિરૂધ્ધ કડક કાર્યવાહીની ચિમકી ઉચ્ચારી છે.હાલ રાજ્યના તમામ દૂધ ઉત્પાદક સંઘ અને મિલ્ક માર્કેટીંગ ફેડરેશન "અમૂલ" બ્રાન્ડના નામનો ઉપયોગ કરી રહ્યા છે. આથી અમૂલ ડેરી ચેરમેન વિપુલભાઈ પટેલે અમૂલ બ્રાન્ડનું નામ બદનામ કરતાં તત્વો સામે પગલાં ભરવા જીસીએમએમએફને પણ પત્ર લખ્યો છે.
મહત્વનું છે આ છેડતી વિવાદ સહકારી સંઘોમાં અને સહકારી રાજકારણ સળગતો મુદ્દો બની રહ્યો છે.સહકારી ક્ષેત્રમાં રાજકારણીઓની વધતી જતી સક્રિયતા વિશ્વસનીય સહકારી ચરિત્રને મેલું કરી રહી છે. શ્વેક્રાંતિની ગંગોત્રી કહેવાતી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ "અમૂલ ડેરી"ની વૈશ્વિક પ્રતિષ્ઠાને હાની પહોંચાડતી કુપ્રવુતિઓ બાબતે અમૂલ ડરી ચેરમેન લાલઘૂમ થયા છે. આ મામલે ગુરૂવારના રોજ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ "અમૂલ ડેરી" નાં ચેરમેન વિપુલ પટેલએ આ ઘટનામાં ક્યાંય આણંદ "અમૂલ ડેરી"નો કોઇ જ ડિરેક્ટર સંડોવાયો નથી, તેવી સ્પષ્ટતા કરી હતી. આ ઉપરાંત અન્ય સંઘોના ડિરેક્ટર કે ચેરમેન આ પ્રકારની કુપ્રવુતિ કરશે તો તેમની પાસેથી લોગો લઇ લેવાની ચિમકી પણ આપી હતી.
આ અંગે વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ન્યુઝિલેન્ડનાં પ્રવાસે આણંદ અમૂલ ડેરીનો કોઈ ડીરેકટર ગયો જ નથી અને રાજ્યનું કયા જિલ્લાનાં સહકારી દૂધ સંઘનું પ્રતિનીધી મંડળ ન્યુઝીલેન્ડનાં પ્રવાસે ગયું હતું ? તેની જાણ પણ તેઓને નથી, પરંતુ આવી ઘટનાથી અમૂલ બ્રાંડનું નામ બદનામ થયું છે તે નિર્વિવાદ છે. જેથી તેઓએ ગુજરાત કો.ઓ મિલ્ક માર્કેટીંગ સંઘને પત્ર લખીને રાજયનાં તમામ દૂધ સંઘના ચેરમેનને ચિમકી આપી છે કે, જો આગામી દિવસોમાં આ રીતે અમૂલ બ્રાંડનું નામ બદનામ થશે, તો દૂધ સંઘો પાસેથી અમૂલ બ્રાંડનો ઉપયોગ કરવાનાં અધિકારો પરત ખેંચી લેવામાં આવશે. અમૂલ બ્રાંડનું નામ બદનામ થાય તે કોઈ પણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર પટેલની પ્રેરણાથી અને ત્રિભુવનદાસ પટેલના સખત પરિશ્રમ તેમજ ડો. વર્ગીસ કુરિયનની રાહબરી હેથલ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ ની સ્થાપના બાદ આ સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત પ્રોડક્ટ "અમૂલ"ના બ્રાન્ડ નામ સાથે બજારમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી.જે સમય જતાં "ઓપરેશન ફ્લડ"હેઠળ દેશમાં શ્વેતક્રાંતિના વિસ્તાર માટે નેશનલ ડેરી ડેવલમેન્ટ બોર્ડ બનાવવામાં આવ્યું અને અન્ય જિલ્લામાં પણ દૂધ સંઘો ઊભા થતા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આકાર પામ્યું જેના નેજા હેઠળ "અમૂલ"બ્રાન્ડ નામ સાથે રાજ્યના તમામ દૂધ સંઘોની પ્રોડક્ટ નું વેચાણ થઈ રહયું છે.જે મૂળભૂત રીતે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ઉત્પાદિત પ્રોડક્ટ નું બ્રાન્ડ નામ છે.
સંકલન-કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774,
9979407774
0 comments: