કપડવંજ શહેરના ટાઉનહોલ પાસે ટ્રક પાછળ રીક્ષા ઘુસી જતાં અકસ્માત સર્જાયો
રિક્ષાના ડ્રાઇવર અને અન્ય એક મુસાફર ઇજાગ્રસ્ત અકસ્માતને પગલે વાહનોની લાંબી કતારો લાગી
કપડવંજ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આજે બપોરના અરસામાં પણ વધુ એક અકસ્માત કપડવંજ શહેરના હાર્દ સમા ટાઉનહોલ પાસે બનવા પામ્યો હતો. કપડવંજ શહેરના ટાઉનહોલ પર ચાર રસ્તા પડતા હોવાથી અવારનવાર ટ્રાફિક થાય છે જ્યારે અકસ્માતો પણ બનતા હોય છે ત્યારે આગળ જઈ રહેલા એક ડમ્પરના ચાલકે ઓચિંતી બ્રેક મારતા પાછળ આવી રહેલ પેસેન્જર રીક્ષા ડમ્પરમાં ઘુસી હતી.
ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાયેલી રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં રીક્ષા ચાલકને માથાના ભાગે તેમજ અન્ય એક મુસાફરને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત ને પગલે વાહનોની લાંબી કટારો લાગી હતી કપડવંજ ટ્રાફિક પોલીસના જવાનો એ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડી ટ્રાફિકને હળવો કર્યો હતો. આ અંગે હજુ સુધી કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ નથી.
-કીર્તન પરીખ, કપડવંજ
0 comments: