કપડવંજ તાલુકાના ચિખલોડ ગ્રામ પંચાયત અને શ્રી રવિશંકર મહારાજ આંખ ની હોસ્પિટલ ચિખોદરાના સહયોગ થી આંખ ની તપાસ નો કેમ્પ યોજાયો.
કપડવંજ તાલુકાના ચિખલોડ ગામ માં સૌપ્રથમ વાર શ્રી રવિશંકર મહારાજ આંખ ની હોસ્પિટલ ચિખોદરા દ્વારા સરપંચ ના સહયોગ થી આંખ ની તપાસ નો કેમ્પ રાખવામાં આવ્યો જેમાં ગામ ના તેમજ આજુ બાજુ ના પરા વિસ્તાર ના ભાઈઓ બહેનો , યુવાનો , વડીલો એ પોતાની આંખો તપાસ કરાવી હતી , જેમાં ચિખોદરા હોસ્પિટલ ના અનુભવી નિષ્ણાંતો , કાર્ય દક્ષ સ્ટાફ ના સહયોગ થી અદ્યતન સાધનો દ્વારા આંખો ના નંબર તપાસ કરી ને ચશ્મા સ્થળ પર જ ફ્રી માં વિનામૂલ્ય આપવામાં આવ્યા હતા, તેમજ આંખોમાં વેલ તેમજ મોતિયા ની તપાસ સ્થળ પર કરી ને દર્દીઓ ને ચિખોદરા હોસ્પિટલ ની ગાડી માં બેસાડી ને ચિખોદરા ખાતે ( ૨૫ ) જેટલા દર્દીઓ ને આજે લય જવામાં આવ્યા છે જેમનું આજે ચિખોદરા શ્રી રવિશંકર મહારાજ હોસ્પિટલ ખાતે દાખલ કરી ને આંખોનું ઓપરેશન કરવામાં આવશે ,ત્યાર બાદ બીજા દિવસે તમામ દર્દીઓ ને ઘરે પરત પોતાના સ્થળ પર મૂકવા માટે હોસ્પિટલ તરફથી ગાડી મૂકવા માટે આવશે , તેમજ રહેવા જમવાની તમામ સુવિધાઓ હોસ્પિટલ તરફથી ફ્રી માં કરવામાં આવશે આરીતે ડૉ અલ્પેશ ઓર્થોપેડીક દ્વારા જણાવવા માં આવ્યું હતું, જેમાં ગામના સરપંચ પ્રેમિલા બેન રઈજી ભાઈ રાઠોડ પંચાયત સ્ટાફ સરપંચ ના પ્રતિનિધિ રઇજીભાઈ રાઠોડ દ્વારા પૂરો સહયોગ ખૂબ સારી રીતે આપવામાં આવ્યો હતો , ડોકટર અલ્પેશ ઓર્થોપેડીક દ્વારા ફરીથી પણ આજ ગામમાં કેમ્પ રાખવામાં આવશે તે રીતે જણાવ્યું હતું. આ તમાં સુવિધાઓ નો લાભ મેળવવા માટે દર્દીએ પોતાના ઓળખ પુરાવા માટે આધારકાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ મંગાવવા આવ્યા હતા.
રિપોર્ટર, સુરેશભાઈ પરમાર ,ચીખલોડ
સંકલન-કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774
0 comments: