Friday, 24 March 2023

સીવીએમ યુનિવર્સિટી દ્વારા યોજાએલ લિબરલ આર્ટ્સની કૃતિઓનું પ્રદર્શન યોજાયું

SHARE
સીવીએમ યુનિવર્સિટી દ્વારા યોજાએલ લિબરલ આર્ટ્સની કૃતિઓનું પ્રદર્શન યોજાયું



સીવીએમ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના હેતુથી લિબરલ આર્ટ્સના કોર્સનું વિશાળ પાયે આયોજન કરવામાં આવ્યું હતું॰જેમાં લીબરલ આર્ટ્સ કોર્સ ભણાવવા માટે અમદાવાદ, વડોદરા, દિલ્હીથી આવેલા તજજ્ઞો એ બે હજાર જેટલા વિદ્યાર્થીઓને આ કોર્સની  તાલીમ આપી માનવવિદ્યાઓની ઉત્કૃષ્ટ શાખાઓ જેવી કલાઓ આ ચાર દિવસના વર્કશોપમાં પોતાની પસંદગી અનુસાર શીખવાડી હતી બહારથી આવેલ અને ચારુતર વિદ્યામંડળની કલાની સંસ્થાઓના મળીને લગભગ 81 જેટલા તજજ્ઞો, ચિત્રકલા, સંગીત, નૃત્ય, મીડીયા ગ્રાફિક્સ,નાટક અને ફોટોગ્રાફી જેવી કલાઓનું જ્ઞાન તો આપ્યું  સાથે સાથે તેઓનું પરિક્ષણ કરીને તેમનું મૂલ્યાંકન પણ કર્યું તેના પરિપાક રૂપે તૈયાર થયેલ કળાકૃતિઓનું પ્રદર્શન ફાઇન આર્ટ્સ કોલેજ માં આયોજિત કરવામાં આવ્યું હતું ॰જેને નિહાળવા સીવીએમ યુનિવર્સિટીના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ,સહમંત્રી  મેહુલભાઈ પટેલ, સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. હિમાંશુ સોની, ડેપ્યુટી રજિસ્ટ્રાર શ્રીમતી અજ્ઞેશ્વરીબેન અઢીયા ઉપસ્થિત રહ્યા હતા॰ સીવીએમ કોલેજ ઓફ ફાઇનઆર્ટ્સના વિદ્યાર્થીઓ કે જેઓએ કળાઓને શીખવવામાં મદદ કરી હતી અને અદ્યાપકોને બિરદાવી અભિનંદન આપ્યા હતા. જુદી જુદી કલાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખૂબ આગત્યનો ભાગ ભજવશે અને વિદ્યાર્થીને સંવેદનશીલ બનાવવાની સાથે કૌશલપૂર્ણ બનાવશે. 
વલ્લભ વિદ્યાનગરની ગૌરવગાથા સમ ચારુતર વિદ્યામંડળની સીવીએમ યુનિવર્સિટી હંમેશાં વિદ્યાર્થીઓના અભ્યાસ અને કેળવણી માટે. આવા નવતર પ્રયોગો કરવામાં ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી અગ્રેસર છે. એડીઆઈટી,એમબીઆઈટી ન્યુ વિદ્યાનગર અને વી એન્ડ સી હૉલ ,મ્યૂજિક કોલેજ ,ફાઇન આર્ટ્સ, એચ.એમ.પટેલ કોલેજ અને જીસેટ કોલેજ વલ્લભ વિદ્યાનગરમાં આયોજિત આ “લીબરલ આર્ટ્સનો અભ્યાસક્રમ” તે ઉદાહરણ રૂપ છે. આવી  કાર્યશાળાઓનો લાભ લઈ વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસલક્ષી જીવનમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે અને પોતાના રસ અને રૂચી પ્રમાણે પોતાનું ઘડતર કરી શકે તેવી ભૂમિકા તૈયાર કરવા માટે અમારી સીવીએમ યુનિવર્સિટી હંમેશા કટ્ટીબધ્ધ રહેશે એવા આશિષ આપ્યા,  મેહુલભાઈએ સંપૂર્ણ આયોજનમાં બારીકાઈથી ધ્યાન આપી સફળ બનાવ્યું અને ભવિષ્યમાં આયોજન કેવી રીતે આવનારા દિવસોમાં વિધ્યાર્થીઓને વધારે સારી રીતે લાભદાયી નીવડે તેના સૂચન આપ્યા, પ્રોવોસ્ટ ડો.હિમાંશુ સોનીએ સાયન્સ અને ટેક્નોલોજીના વિધ્યાર્થીઓ માટે આ કોર્સની અગત્યતા જણાવી, ફાઇન આર્ટ્સના ડાયરેક્ટર કનુ પટેલે તૈયાર થયેલ કૃતિઓની વિગતે માહિતી અને કલાત્મકતાનો પરિચય આપ્યો હતો.

સંકલન-કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: