Wednesday, 22 March 2023

સોમનાથ ખાતે યોજાયો પ્રભાતોત્સવ કાર્યક્રમ

SHARE
સોમનાથ ખાતે યોજાયો પ્રભાતોત્સવ કાર્યક્રમ

સોમનાથ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, સંસ્કાર ભારતી, ગુજરાત પ્રાંત અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્રભાતોત્સવ કાર્યક્રમ શરુ થયો. . આ કાર્યક્રમમાં કલાના સાધકો સંગીત-નૃત્ય-ગાયનના ત્રિવેણી સંગમ સાથે સૂર આરાધના કલાકારો દ્વારા કરવામાં આવી. . રંગમંચ તથા લલીતકલાઓને સર્મપતિ અખિલ ભારતીય કલા સંસ્થા “સરકાર ભારતી” વિવિધ કલાઓ દ્વારા માનવજીવનને સુખમય, રસમય અને આનંદમય બનાવવા પ્રયત્નશીલ છે. આવી કલાત્મક એકતાને જીવંત કરવા ગુજરાતના વિવિધક્ષેત્રના કલા સાધકો, લોકસંગીત, લોકનૃત્ય ભાતીગળ રાસ-ગરબાઓ, શાસ્ત્રીય નૃત્યુઓ, ભકિત સંગીત, લોક સાહિત્ય અને શાસ્ત્રીય સંગીતની નિપુણતા કલાકારો સોમનાથને આંગણે કલા પ્રસ્તુત કરશે. સોમનાથ ટ્રસ્ટ સહયોગથી સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયેલ છે. જેમાં રાજયભરના 130થી પણ વધુ કલાકારો ભાગ લઇ રહ્યા છે.

સંકલન-કલ્પેશ પટેલ, આણંદ
SHARE

Author: verified_user

0 comments: