Sunday, 12 March 2023

કોરોના યોદ્ધા નીર્ઝરી રાજેશ શાહને "નારી રત્ન" એવોર્ડ થી સન્માનિત કરાયા

SHARE
 કોરોના યોદ્ધા નીર્ઝરી રાજેશ શાહને 
"નારી રત્ન" એવોર્ડ થી સન્માનિત કરાયા

કોરોના ના કપરા કાળ માં હોસ્પીટલ માં પગ મૂકતા પણ ધ્રુજારી છૂટી જાય તેવા કઠિન સમયે પોતાના કાર્ય ને જ ઈશ્વરે આપેલ જવાબદારી સમજી અવિરત પણે હોસ્પીટલ માં પોતાની આરોગ્ય સેવક તરીકે ની સેવા ઓ ખરા હૃદય થી કરવા બદલ "કોરોના યોદ્ધા" નીર્ઝરી રાજેશ શાહને આજરોજ વલ્લભ વિદ્યાનગર ના એમ.પી.પટેલ ઓડોટરિયમમાં સીને મીડિયા ફાઉન્ડેશન ,નમસ્કાર ગુજરાત દૈનિક ,ધ બ્યુટી ટાઉન વડોદરા દ્વારા આયોજિત સન્માન સમારોહ માં  "નારી રત્ન" એવોર્ડ થી સન્માનિત કરાયા.
લીઓ ક્લબ ના પ્રમુખ તરીકે વિવિધ તબીબી સહાય,કેન્સર અટકાવ કેમ્પો ના આયોજન કરવા ઉપરાંત કેન્સર પીડિત દર્દીઓને કેન્સર વિશે ની જરૂરી તમામ માહિતી પૂરી પાડતું પુસ્તક"કેન્સર એક ઓળખ" જેનું "એશિયા બુક ઓફ રેકોર્ડ" અને "ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ"માં સ્થાન પ્રાપ્ત છે તેના લેખિકા નિર્ઝરી રાજેશ શાહને વિશ્વ નારી દિન નિમિત્તે આ એવોર્ડ એનાયત કરાયો.
સન્માન સમારોહ માં કલ્પેશ પટેલ,ડૉ.પારુલ રાજેશ શાહ(ભૂ. પુ.મેમ્બર જજ અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ), જાહ્નવી વ્યાસ(પ્રદેશ મંત્રી ગુજરાત ભાજપ),નિમિષા જાની સીને મીડિયા ફાઉન્ડેશન ટ્રસ્ટી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
SHARE

Author: verified_user

0 comments: