બેંક ઓફ ઇન્ડિયા, વડોદરા ઝોન દ્વારા પીએમ સ્વનિધી કેમ્પ યોજાયો
બેંક ઑફ ઇંડિયા, વડોદરા ઝોન ની કારેલીબાગ અને આર.વી. દેસાઇ રોડ શાખા દ્વારા મૈં ભી ડિજિટલ 4.0 અભિયાન અંતર્ગત વડોદરા ઝોનના ઝોનલ મેનેજર અજય કડુ ની અધ્યક્ષતા માં પીએમસ્વનિધિ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પ્રિયંકા ખંડેલવાલ, ચીફ મેનેજર (આઈટી વિભાગ), મિહિર જોષી, અધિકારી (વિત્તીય સમાવેશન વિભાગ), પિયૂષ જગવાણી, બ્રાંચ મેનેજર (કારેલીબાગ શાખા) તથા શ્રી મેહુલ પટેલ, બ્રાંચ મેનેજર (આર. વી. દેસાઈ રોડ શાખા) તથા મોટી સંખ્યામાં બેંકના સ્ટાફ કર્મચારિયો હાજર રહ્યા હતા. આ પીએમસ્વનિધિ કેમ્પમાં 50 થી વધુ લાભાર્થિયોં એ ભાગ લીધો હતો તથા કેમ્પની અધ્યક્ષતા કરી રહેલા અજય કડુ ના હસ્તે લાભાર્થિયોં ને લોન વિતરણ કરવામાં આવ્યું હતું તથા સદર લોનનો PMSBY અને PMJJBY માં સમાવેશ કરી લેવામાં આવ્યો હતો. આ અવસર પર QR Code પણ જનરેટ કરવાની સાથે-સાથે BOI BIZ એપ્લિકેશન ને પણ ઇંન્સ્ટોલ્ડ કરવામાં આવી હતી. અત્યાર સુધી ડિજિટલ ક્ષેત્રે નિષ્ક્રિય રહેલા ઉપસ્થિત સમસ્ત પીએમસ્વનિધિ ના લાભાર્થિયોં એ હવે પછી માત્ર ડિજિટલ પધ્ધતિથી જ લેવડ-દેવડ કરવાનો પણ સંકલ્પ લીધો હતો.
સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774
0 comments: