બેંક ઓફ ઇન્ડિયા, વડોદરા ઝોન દ્વારા રાજભાષા નો વર્કશોપ યોજાયો
બેંકિંગના રોજબરોજના કામકાજમાં તથા ગ્રાહકો સાથે કરવામાં આવતી વાતચીતમાં બેન્કના સ્ટાફને દેશની રાજભાષા હિંદી તથા સ્થાનીક ભાષા ગુજરાતીનો અધિકતમ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા તથા આપણી પોતાની ભાષાના વધુ ને વધુ પ્રચાર-પ્રસાર કરવાના આશયથી બેંક ઓફ ઇન્ડિયા, વડોદરા ઝોન દ્વારા વડોદરા ઝોન ના ઝોનલ મેનેજર અજય કડુ ની અધ્યક્ષતા માં બેંકના અધિકારીઓ તથા ક્લાર્ક માટે એક દિવસીય રાજભાષા વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ઝોન ના ઝોનલ મેનેજર શ્રી અજય કડુ એ અધ્યક્ષ સ્થાને થી એક દિવસીય રાજભાષા વર્કશોપ ને સંબોધન કરતા જણાવ્યું હતું કે દુનિયા નો કોઈપણ વ્યવસાય કે વેપાર ભાષા વિના શક્ય જ નથી. બેન્કિંગ ગ્રાહક સેવા સાથે સીધું જોડાયેલું હોવાથી ઉત્કૃષ્ટ ગ્રાહક સેવા ગ્રાહકની ભાષાનો ઉપયોગ કરીને જ આપી શકાય. શ્રી કડુ એ ગ્રાહકો સાથે બિનજરૂરી અંગ્રેજી ભાષાનો ઉપયોગ ટાળવાની સલાહ આપતા રાજભાષા હિંદી અને સ્થાનિક ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા ઊપર ભાર મૂક્યો હતો. આ વર્કશોપમાં બેંક ઓફ ઈન્ડિયા, વડોદરા ઝોન ના ડેપ્યુટી ઝોનલ મેનેજર શ્રી કુમાર સિંહ એ પણ અધ્યક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા મંતવ્ય ને સમર્થન આપતા ટૂંકુ સંબોધન કરીને પ્રતિભાગીઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું. આ એક દિવસીય રાજભાષા વર્કશોપમાં ભાગ લઈ રહેલા બેંક ના અધિકારીઓ તથા સ્ટાફ કર્મચારીઓ એ રાજભાષા વર્કશોપના આયોજન કરવા સંબંધી બેન્ક ઓફ ઈન્ડિયા ની આ નવતર પહેલને આવકારી ને બિરદાવી હતી. આ એક દિવસીય રાજભાષા વર્કશોપ નું સંયોજન અને સંચાલન બેંક ઑફ ઈન્ડિયા ના મેનેજર (રાજભાષા) કિશોર સોનાર એ કર્યું હતું. આ એક દિવસીય રાજભાષા વર્કશોપ ની વિશેષતા એ હતી કે આખો દિવસ આંકડાની આંટીઘૂંટીમાં રચ્યા-પચ્યા રહેતા બેંકરો ભાષા ઊપર ચિંતન કરતાં જોવા મળ્યા હતા
સંકલન -કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774,
9979407774
0 comments: