Saturday, 21 January 2023

પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, નડિયાદ ખાતે વાર્ષિક રમતોત્સવનું દબદબાભેર આયોજન

SHARE
પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, નડિયાદ ખાતે વાર્ષિક રમતોત્સવનું દબદબાભેર આયોજન

આજરોજ તારીખ ૨૧મી જાન્યુઆરી ૨૦૨૩, ના રોજ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, નડિયાદ ખાતે વાર્ષિક રમતોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આજના ખાસ દિવસે જિલ્લા રમત-ગમત અધિકારી શ્રી લક્ષ્મણસિંહ ચૌહાણે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આજરોજ શાળાના તમામ વિધાર્થીઓતથા શિક્ષકોમાં  અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ઝંડાવંદન સાથે થઇ હતી. ત્યારબાદ ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓ દ્વારા ખુબજ સુંદર પરેડની પ્રસ્તુતિ કરવાં આવી હતી. પરેડ દરમિયાન શાળાના ચારેય હાઉસ (એક્વા, ટેરા, વેન્ટ્સ, ઈગ્નિસ) ના વિદ્યાર્થીઓની શિસ્ત ઉડીને આંખે વળગે તેવું હતું. ત્યારબાદ શ્રી લક્ષ્મણસિંહ ચૌહાણ તથા શાળા આચાર્યશ્રી ડો. યોગેશ જૈન દ્વારા પ્રસંગોચિત ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે શાળા ધોરણ ૧ થી 5 ના
વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ડાન્સ, ઝુમ્બા ડાન્સ એક્સરસાઇઝ, એરોબિક એક્સરસાઇઝ વગેરે રજૂ કરવામાં આવ્યા હતા.
રમતોત્સવના ભાગ રૂપે શાળા દ્વારા વિવિધ આનંદ સાથે ઉત્સાહપ્રેરક રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે દોડ, કૂદ, ફેંક તથા નાના બાળકો માટે પણ વિવિધ રીલે રમત હતા. આ પ્રસંગે શાળાના વાલીઓએ મોટી સંખ્યામાં  હાજરી આપી હતી. કાર્યક્રમનું સમાપન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આભાર વિધિ સાથે થઇ હતી. 

સંકલન-કલ્પેશ પટેલ,નડિયાદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: