કલાઅને કલાકારોના ઉત્થાન માટે કાર્ય કરતી કલાસંસ્થા કલાપ્રતિષ્ઠાન દ્વારા 14 મી રાષ્ટ્રીય કલાશિબિરનું આયોજન
ગુજરાતનો કલાવારસો વિવિધતાથી છલોછલ છે અને સર્જનાત્મકતા એ ગુજરાતના પ્રજાજીવનનો પ્રાણ છે ગુર્જર કલા સંસ્કૃતિની વિશેષતા એ રહી છે કે આપણા તીર્થસ્થાનો કુદરતના સાનિધ્યમાં વસેલા છે. કુદરત અને ધર્મનો નાતો શ્વાસ અને શરીર જેવો અતૂટ છે. ભારતીય ધર્મ તથા સંસ્કૃતિના ઘડવૈયા પ્રકૃતિ અને આધ્યાત્મિકતાના સાયુજ્ય સાથે સ્થળનું વૈજ્ઞાનિક મહત્વ પારખીને પછી જ ત્યાં પોતાની પીઠો અને સ્થાપત્યનું નિર્માણ કરતા હતા, જેના અગણિત ઉદાહરણો આપણી સામે આજે પણ મોજૂદ છે .આપણી ભારતીય કલા સંસ્કૃતિ પશ્ચિમી સંસ્કૃતિના અનેક આક્રમણ થતા આજે પણ અડીખમ ઊભી છે. આસ્થાના પ્રતીક સમા શિલ્પો, સ્થાપત્યો, અને અનેક દેવાલયો આપણી આત્મ શ્રદ્ધામાં ઉમેરો કરી રહ્યા છે. ગુજરાતની સ્થાપત્ય કલા અને સાંસ્કૃતિક વારસો બહુમૂલ્ય અને ગૌરવવંતો છે. ગુણવંતી ગુર્જર ભૂમિની સ્થાપત્યકલાના ભવ્ય અને સમૃદ્ધ વારસાને તેમજ અનૂઠા ઇતિહાસને ઉજાગર કરવો એ આપણો જ નહીં પણ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો પણ સંકલ્પ રહ્યો છે ....ગુજરાતની પૂર્વ સરહદે મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસે આવેલું "કલાધામ કલેશ્વરી" કલાવારસાને જાળવતું પ્રાકૃતિક સૌંદર્યનું એક અનોખું ધામ છે. કલાધામ કલેશ્વરીના શિલ્પ, સ્થાપત્ય, સમૃદ્ધિનું નિર્માણ સોલંકીકાળ દરમ્યાન અને ત્યાર પછીના ઐતિહાસિક તબક્કાઓમાં થયેલું છે ...અહીંના સ્થાપત્યોમાં પ્રાચીન મંદિરો, સ્તંભો ,મૂર્તિઓ, વાવો, કૂંડો,ચોરી વગેરેનું નિર્માણ અહીંની પ્રાચીન જાહોજલાલી ના પ્રતીક છે... આ પવિત્ર ભૂમિમાં છેલ્લા 16 વર્ષથી કલાગુરુ જશુભાઈ નાયકની પ્રેરણાથી કલાઅને કલાકારોના ઉત્થાન માટે કાર્ય કરતી કલાસંસ્થા કલાપ્રતિષ્ઠાન દ્વારા 14 મી રાષ્ટ્રીય કલાશિબિરનું આયોજન તારીખ 26 -1- 2023 ગુરુવારથી તારીખ 29 -1- 2023 રવિવાર સુધી ચાર દિવસ સુધી કરવામાં આવ્યું છે સમગ્ર સમગ્ર ગુજરાતના સુરત, વલસાડ, નવસારી,ભરૂચ, સેલવાસ, અમદાવાદ ,રાજકોટ, પોરબંદર, ભુજ, મહેસાણા, વિદ્યાનગર સાથે ગુજરાત બહાર ના 60 જેટલા ચિત્રકારો આ રાષ્ટ્રીય કલા શિબિરમાં જોડાશે કલાધામ કલેશ્વરીના ભવ્ય કોતરણીથી આકાર પામેલા આ સ્થાપત્યોનું ચિત્રકારોની મંજાયેલી પીંછી વડે સપ્તરંગી કલાસર્જનો દ્વારા સાકારીત કરી ભારતીય શિલ્પ સંસ્કૃતિના અમૂલ્ય દસ્તાવેજને પ્રજાજીવન સામે મૂકીને રળિયાત કરવાનો કલાપ્રતિષ્ઠાનનો આશય આજ સુધી રહ્યો છે આ કલા શિબિરનું સંકલન રાષ્ટ્રીય કલા શિબિરના સંયોજક ચિત્રકાર નટુ ટંડેલ અને સહસંયોજક ભાવેશ પટેલ કરી રહ્યા છે સાથે ચિત્રકાર અજીત ભંડેરી ,ચંદ્રકાંત પ્રજાપતિ, સુધા ઘેવરીયા, કૌશિક ગજ્જર અને દીપક મહેતા સાથે બીપીન પટેલ અને અશ્વિન પંડ્યા સહયોગી બનીને વ્યવસ્થાપન કરી રહ્યા છે આ રાષ્ટ્રીય કલા શિબિરના વહીવટીક્ષેત્રનું કાર્ય સંસ્થાના મહામંત્રી સી. ટી. પ્રજાપતિ અને કોષાધ્યક્ષ નરેન્દ્ર ગોહિલ સાથે સંસ્થાના અધ્યક્ષ રમણીક ઝાપડિયા સમગ્ર કાર્યનું સંકલન કરી રહ્યા છે સમગ્ર 14 રાષ્ટ્રીય કલાશિબિરને સફળ બનાવવા માટે કલાપ્રતિષ્ઠાની સંકલન સમિતિની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે
સંકલન-કલ્પેશ પટેલ
મો-9879407774
0 comments: