Thursday, 19 January 2023

ચારૂતર વિદ્યા મંડળ યુનિવર્સિટી દ્વારા ત્રિદિવસીય વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે મેગા ઇવેન્ટ જ્ઞાનોત્સવ - 2023 યોજાયો

SHARE
ચારૂતર વિદ્યા મંડળ યુનિવર્સિટી દ્વારા ત્રિદિવસીય વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે મેગા ઇવેન્ટ જ્ઞાનોત્સવ - 2023 યોજાયો

ચારૂતર વિદ્યા મંડળ યુનિવર્સિટી દ્વારા તારીખ 17, 18 અને 19મી જાન્યુઆરી 2023 ના રોજ  વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે વર્ષ 2023 ની મેગા-ઇવેન્ટ જ્ઞાનોત્સવ - 2023 યોજાયો હતો. ત્રીજા અને અંતિમ દિવસે 15 થી પણ વધુ શાળાઓ ના 3500 થી પણ વધારે મુલાકાતીઓ જ્ઞાનોત્સવ - 2023 નો લાભ લઇ શક્યા હતા. આમ ત્રિ-દિવસીય જ્ઞાનોત્સવમાં ૧૫૦ થી પણ વધુ શાળાઓ ના આચાર્ય-ગણ, શિક્ષક-ગણ, કર્મચારીઓ તેમ જ વિદ્યાર્થીઓ મળીને અંદાજિત 22,000 થી પણ વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. આ જ્ઞાનોત્સવ અપેક્ષા કરતાં પણ અનેક ગણો વધુ સફળ રહ્યો. કારણ કે આ જ્ઞાનોત્સવમાં શિક્ષણ, રચનાત્મક, સર્જનાત્મક અને સંશોધન પરત્વે ઉપયોગી ભાથું રજૂ થયું હતું. આવતા વર્ષે આના કરતાં પણ વધારે ગુણાત્મક અને સંખ્યાત્મક પરિબળ ઊભું કરી શકાશે એવી ખાત્રી જ્ઞાનોત્સવ - 2023 ના યજમાન ચારુતર વિદ્યા મંડળ દ્વારા આપવામાં આવી હતી. સમાપન સમયે ઉપસ્થિત સર્વ લોકો અતિશય ઉત્સાહિત અને કૃતજ્ઞપૂર્ણ હતા. હવે પછી ફરી ક્યારે આવો ભવ્ય કાર્યક્રમ યોજાશે તેની કાગડોળે રાહ જોવાશે એવી લાગણી સાથે જ્ઞાનોત્સવનું સમાપન થયું હતું.  
અરિબાસ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા માછલી માટે માત્ર 50 રૂપિયા ની કિંમતનું કિફાયતી તેમ જ અત્યંત સ્વાસ્થ્યવર્ધક અને ફાયદાકારક લાઈવ ફૂડનું સંશોધન કરવામાં આવ્યું જે અઠવાડિયામાં માત્ર બે જ વાર આપવાનું રહેશે, અરિબાસ કોલેજના વિદ્યાર્થીઓ તેને ભારતમાં પ્રથમવાર લઈને આવશે.
એનવીપાસ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દ્વારા એકટો-લાઈફ નામક આર્ટિફિશિયલ ગર્ભાશય બનાવીને બાળકને જન્મ આપી શકાય એવી રિસર્ચ કરવામાં આવી છે. જે થકી 30,000 થી વધુ બાળકો એક વર્ષમાં જન્મ લઈ શકશે. માતા-પિતાને ડાયાબિટીસ, કેન્સર, થેલેસેમિયા, ટીબી જેવા કોઈ પણ પરંપરાગત રોગ થી આ કૃત્રિમ-ગર્ભમાં જન્મેલા બાળક સુરક્ષિત રહેશે.
ઇલસાસ કોલેજ દ્વારા ઍન્કવેસ્ટા 6.0 બૉલીવુડ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સ્થાને ઇલસાસ કોલેજ રહી હતી. દ્વિતીય અને તૃતીય સ્થાન પર BVM કોલેજ વિજેતા રહી હતી. જનરલ નોલેજ ક્વિઝમાં પ્રથમ સ્થાન પર એનવીપાસ કોલેજ, દ્વિતીય સ્થાન પર BVM કોલેજ અને ત્રીજા સ્થાને ઇરમા કોલેજ રહી હતી. આ વિજેતાઓને સર્ટિફિકેટ્સ અને ટ્રોફીઓ તેમ જ રુપિયા 20,000/- થી પણ વધુ રોકડ ઈનામ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ જ્ઞાનોત્સવ - 2023 કાર્યક્રમમાં ચારુતર વિદ્યા મંડળ અને ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટી (CVMU) ના જુદા જુદા હોદેદારો ચારુતર વિદ્યા મંડળ ના ચેરમેન અને ચારૂતર વિદ્યા મંડળ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઇ પટેલ, વાઈસ પ્રેસિડેન્ટ શ્રી મનીષભાઈ પટેલ, સેક્રેટરી શ્રી એસ. જી. પટેલ, માનદ-સહમંત્રીઓ શ્રી આર. સી. તલાટી, શ્રી મેહુલભાઈ પટેલ, શ્રી વિશાલભાઈ પટેલ અને રજીસ્ટ્રાર ઈન-ચાર્જ આજ્ઞેશ્વરી અઢિયા મેડમે  ત્રણ દિવસ દરમ્યાન તમામ સ્તર  પર સહકાર અને હૂંફ પૂરી પાડી હતી. 
આ જ્ઞાનોત્સવ ના પડઘા સમગ્ર શિક્ષણ જગતમાં પડયા છે અને આવા કાર્યક્રમો જો આ જ રીતે યોજાતા રહેશે તો ચોક્કસપણે સમગ્ર શિક્ષણક્ષેત્ર એક નવી દિશા તરફ આગળ વધશે. 
કાર્યકમના સમાપન બાદ સીવીએમ ની તમામ ટીમે  ગરબાની રમઝટ  ની સાથે હર્ષોલ્લાસ થી સમાપન કરવામાં આવ્યો.


સંકલન-કોમલ કુમાવત,કલ્પેશ પટેલ, વિધાનગર
મો-9879407774,9979407774
SHARE

Author: verified_user

0 comments: