આણંદ ના જિટોડીયા વિસ્તારમાં રહેતા ભાદાણી પરિવારે પવિત્ર દિવસ મકરસંક્રાંતિની અનોખી ઉજવણી કરી
આજકી બાત ગુજરાતી ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ ઓનલાઈન ગ્રુપના નમસ્કાર ગુજરાત દૈનિકની ટીમે આ પરિવારની વિશેષ મુલાકાત લીધી હતી
આણંદ ના ગણેશ ચોકડી વિસ્તારમાં પણ દિવસ દરમ્યાન આ ટીમે અશ્વિનભાઈ અરોરા ના પરિવાર સાથે વિશેષ મુલાકાત લીધી હતી
આણંદ તા-૧૫,
પવિત્ર દિવસ મકરસંક્રાંતિ 14-જાન્યુઆરી (રંગબેરંગી પતંગો )નું પર્વ, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દાન નુ પર્વ છે આણંદ શહેરના વિવિધ વિસ્તારમાં પતંગ રસિકો પોતાના પરિવાર તેમજ મિત્રમંડળ સાથે પોતાના ધાબે અગાસીમાં સવારથીજ જોવામળી રહ્યા હતા જ્યારે પવનદેવે ની હાજરી હોવાથી પતંગ રસિકોને પતંગ ચગાવવાની મોજ પડી હતી જ્યારે આણંદના જીટોડીયા રોડ પર આવેલી સત્યમ સોસાયટીમાં કરમશી ભાણજી ભાદાણી (પટેલ )પરિવાર ના 35 થી વધુ સભ્યો એક સાથે એક છત પર રહી પતંગો ચગાવી, લૂંટી, ચીક્કી ઓનું નાસ્તો તેમજ ઢળતી સંધ્યા એ પતંગો ચગાવી રહ્યા છે જ્યારે આજના દિવસે સાંજના 7 વાગે હનુમાન ચાલીસા પર બહેનોઓએ ગરબા રમ્યા હતા સાથે ભાઈઓએ પણ હનુમાન ચાલીસા કર્યા હતા
આજના આ સ્પેશ્યલ દિને ભાદાણી પરિવારના સુરત થી દીકરી સીમાબેન મહેશકુમાર પટેલ સહ પરિવાર, બીજી દીકરી હેત્વી કિશાન કુમાર સહ પરિવાર અને વાપી થી દીકરા પ્રકાશજી ના સાળા સહ પરિવાર પધાર્યા હતા. ત્યારે આજકી બાત ગુજરાતી ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ ઓનલાઈન ગ્રુપના નમસ્કાર ગુજરાત દૈનિકની ટીમે આ પરિવારની વિશેષ મુલાકાત લીધી હતી આમ આણંદ ના ગણેશ ચોકડી વિસ્તારમાં પણ દિવસ દરમ્યાન આ ટીમે અશ્વિનભાઈ અરોરા ના પરિવાર સાથે વિશેષ મુલાકાત લીધી હતી
સંકલન-કલ્પેશ પટેલ ,આણંદ
મો-9879407774
0 comments: