બર્લિન ગુગલ્સ ફાઉન્ડર ફ્રાઇડે 2023 માં અમદાવાદ નિકોલના ઝીલ પટેલની પસંદગી
ગણપત યુનિવર્સિટી ના ઇન્ફોરમેશન એન્ડ ટેકનોલોજી માં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ઝીલ પટેલ ગુજરાત માંથી એકમાત્રની પસંદગી કરાઈ
અમદાવાદ ના નિકોલ વિસ્તાર ના એક સામાન્ય પરિવાર માંથી આવતા માત્ર ૨૦ વર્ષીય ઝીલ પટેલ ની બર્લિન માં યોજાનારી ગૂગલસ ફાઉન્ડર ફ્રાઈડે ૨૦૨૩ માં ગુજરાત માંથી પસંદગી કરવામાં આવી છે. ઝીલ ગણપત યુનિવર્સિટી ના ઇન્ફોરમેશન એન્ડ ટેકનોલોજી માં ત્રીજા વરસ માં અભ્યાશ કરે છે. આ ઉપરાંત ઝીલ ભારત ની પ્રથમ ડિજિટલ શોપિંગ ટ્રોલી (આઈકોનીક્સ) ના કો-ફાઉનડર છે. વર્ષ ૨૦૨૧ માત્ર ૧૮ વર્ષીય ઉમર માં દુબઇ માં યુનિટેડ નેશન્સ ની કોન્ફેરેન્સ માં ભારત નું પ્રતિનિધિત્વ કર્યું. ઉપરાંત વર્ષ ૨૦૨૨ માં નેપાળ માં યોજાનારી ઈન્ડો-નેપાળ યુથ કોન્ફેરેન્સ માં ભારત નું પ્રતિનિધિત્વ કર્યું. આ ઉપરાંત તેઓ સ્વ સર્જન ફોઉન્ડેશન ના સેક્રેટરી તથા ટ્રસ્ટી છે અને રોટરેક્ટ ક્લબ ઓફ અમદાવાદ ઇમ્પિરિઅલ ના પ્રેસિડેન્ટ ની ભૂમિકા ભજવી રહ્યા છે. વર્ષ ૨૦૨૧ માં ઝીલ એ યુવા વર્ગ ને પ્રોત્સાહિત કરવા “સ્પોકન બાય ચાણક્ય” નામનું પુસ્તક પ્રકાશિત કર્યું. ઝીલ એ વર્ષ ૨૦૨૧ માં કમ્પ્યુટર પ્રોગ્રામિંગ માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ઝીલ એ આજના યુવા વર્ગ માટે એક પ્રેરણા નું ઉદાહરણ છે.
સંકલન-કલ્પેશ પટેલ,
નમસ્કાર ગુજરાત
અમદાવાદ
મો-9879407774
0 comments: