ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટી દ્વારા "જ્ઞાનોત્સવ-2023" યોજાશે
ચરોતરની જ નહીં, ગુજરાતની જ નહીં, ભારતની જ નહીં પણ વિશ્વભરની શિક્ષણ સંસ્થાઓમાં પોતાનું નામ અંકિત કરનાર સતત 77 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે અવિરતસેવા પ્રદાન કરનાર ચારુતર વિદ્યામંડળ અને સીવીએમ યુનિવર્સિટીએ એક નવી પહેલ કરી છે. 10000 વિદ્યાર્થીઓ, 1500 કર્મચારીઓ અને 620 એકરમાં ફેલાયેલું સીવીએમ હંમેશા અવનવા પ્રયોગોથી શિક્ષણ ક્ષેત્ર ના યોગદાન માં મોખરે રહેલું છે, જેનું એક માત્ર લક્ષ્ય ઉચ્ચ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ છે. જે અંતર્ગત હવે આગામી તારીખ: 17 અને 18 જાન્યુઆરીએ સીવીએમ યુનિવર્સિટી દ્વારા જ્ઞાનોત્સવ -2023 ની જાહેરાત કરાઈ છે. જેમાં વિવિધ અભ્યાસક્રમોના કાર્યક્રમો થશે. આવા નવીનતમ કાર્યક્રમો દ્વારા ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી સમગ્રલક્ષી વિકાસની દિશા તરફ હરણફાળ ભરીને વ્યક્તિગત, પ્રોફેશનલ અને સામાજિક વિકાસ કરીને વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી બનવા તરફ ગતિ કરશે.
ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટી (CVM University) પ્રસ્તુત કરે છે "જ્ઞાનોત્સવ-2023". જેનો હેતુ છે "Know with us, Grow with us". આ "જ્ઞાનોત્સવ-2023" તારીખ: 17-18 જાન્યુઆરી 2023. સમય: સવારે 9:00 વાગ્યા થી રાત્રે 9:00 વાગ્યા દરમ્યાન શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાશે . જેમાં વિધાર્થીઓ ના વ્યક્તિગત પ્રાયોગિક, રચનાત્મક અને સર્જનાત્મક જ્ઞાન અને માર્ગદર્શન આપવામાં આવશે.
જ્ઞાનોત્સવમાં પ્રદર્શની, પ્રતિયોગીતાઓ, કારકિર્દી માર્ગદર્શન, સર્જનાત્મક પ્રવૃત્તિઓ, રમત-ગમતો, નવીનતમ પ્રોજેકટ સ્ટાર્ટ અપ તથા અન્ય આકર્ષક પ્રવૃતિઓ નું વિધાર્થીઓ માટે આયોજન કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં વધારો થાય, તે માટે વિવિધ સ્ટોલ મુકાશે. જેમાં વિદ્યાર્થીઓ પોતાની સર્જનાત્મકતા પ્રસ્તુત કરશે. ઉપરાંત વિદ્યાર્થીઓ કારકિર્દી માટે ક્યો વિષય શ્રેષ્ઠ રહેશે તથા વિદ્યાર્થીઓ માં રહેલ આવડત, રુચિ તથા વ્યક્તિત્વને લગતા મૂલ્યો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
17 અને 18 જાન્યુઆરી દરમ્યાન યોજાનાર જ્ઞાનોત્સવમાં વિદ્યાર્થીઓ ઓર્ગેનિક ઉત્પાદનો, ટેક્નોલોજિકલ, ફાર્માસ્યુટિકલ, આર્કિર્ટેક્ચરલ, બાયોટેક, સાયકોલોજીકલ મોડેલો દ્વારા વિવિધ સ્ટોલ પર પ્રદર્શન દ્વારા માર્ગદર્શન આપશે. ઉપરાંત વિવિધ પ્રતિયોગીતાઓ જેવીકે ટેકનોક્વેસ્ટ, સાયન્સ ક્વિઝ, એન્ક્યુએસ્ટા 6.0, ફાર્માસ્કેચ અને ઇલોક્યુશન, ફૂડ વિધાઉટ ફાયર, મોકટેલ મેકિંગની સ્પર્ધાઓ આયોજિત કરાશે. તથા ધો. 8 થી 12 અને સ્નાતક કક્ષામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ નું સાયકો-મેટ્રિક ટેસ્ટ (મનોવૈજ્ઞાનિક ટેસ્ટ) અને એસેસમેન્ટ દ્વારા મૂલ્યાંકન કરી કારકિર્દી માર્ગદર્શન અપાશે. વધુમાં સર્જનાત્મક કલાકૃતિઓ બનાવવી, વિવિધ રમતો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો, પતંગોત્સવ, આયુર્વેદિક ઉપચારની માહિતી, બ્લડગ્રૂપ ચેકિંગ જેવી વિવિધ આકર્ષક પ્રવૃત્તિઓ યોજાશે. જેમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જે નિશુલ્ક છે. જેમાં સમગ્ર ભારતમાંથી કોઈપણ વિદ્યાર્થી કે વાલી ભાગ લઈ શકશે.
ચારુતર વિદ્યા મંડળના અધ્યક્ષ શ્રી ભીખુભાઇ પટેલ સાહેબે હર્ષની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે: “ વિશ્વમાં વિકસતા પડકારો અને વલણો સાથે આગળ વધવા ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા જાળવી રાખવી ખુબ જરૂરી છે. ચારુતર વિદ્યા મંડળ ભવિષ્યમાં પણ આ રીતે શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહીને સેવા આપવા કટિબધ્
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: