આત્મા પ્રોજેક્ટ આણંદ દ્વારા ઉમરેઠ તાલુકા ના અરડી ગામે પ્રાકૃતિક ખેતી વિષય પર કીશાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં ન્યૂઝ ઓનલાઈન ગ્રુપના તંત્રી ને નમસ્કાર ગુજરાત દૈનિકના મેનેજિંગ તંત્રી ડો કલ્પેશ પટેલ,કેપટન ટ્રેકટર ના ઓર્થોરાઈઝ ડીલર કરશનભાઇ ભરવાડ, કેપટન ટ્રેકટર કંપની ના ફિલ્ડ ઓફિસર દર્શનભાઈ ને નિતેશ પરમાર નું અરડી ગામના જાગૃત ખેડૂત રઈજીભાઈ પરમારે ને વિક્રમસિંહે આમંત્રિત મહેમાનનોનું વિશેષ સન્માન
ઉમરેઠ,તા-૧૩
ઉત્તરાયણ ત્યોહારના આગલા દીવસૅ આજે ખેડુતો માટે દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી વિષય પર માર્ગદર્શન અને આપણી ભારતીય સંસ્કૃતિ આપણી ગૌમાતાનુ આધ્યાત્મિક મહત્વ, ગૌમાતાનું સામાજિક મહત્વ, આર્થિક મહત્વ સાથે પ્રાકૃતિક ખેતી અંગે ખેડુતો ને માહીતિ આપવાથી આજે ખુબ જ સંતોષ થયો..
આત્મા પ્રોજેક્ટ આણંદ દ્વારા ઉમરેઠ તાલુકા ના અરડી ગામે ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રંજનબેન પરમારના અધ્યક્ષ સ્થાને દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી વિષય પર કીશાન ગોષ્ઠી કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ હતુ જેમા આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ સૌપ્રથમ ગાયને તિલક કરી પુંજન કરવામા આવેલ હતુ. ત્યારબાદ પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપવામા આવેલ હતી.જેમા અરડીગામ ના મોટી સંખ્યામા ખેડુતભાઇઓ તથા પશુપાલક મહીલાઓ હાજર રહેલ હતા..આ કાર્યક્રમમા આત્મા પ્રોજેક્ટના અધિકારી સુરેશ મહેરિયા તથા સ્ટાફ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવાતજના કૃષિ વૈજ્ઞાનિક ડો યોગેશ લકુમ,ડો
શ્રીકાંત કાટોલે
વૈજ્ઞાનિક (પ્રાણી વિજ્ઞાન)
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવતાજ તથા ગ્રામ સેવક અરડી, સેવા સંસ્થાના કર્મચારી,સ્કુલ ના આચાર્ય,પ્રગતિશીલ ખેડુત વિજેતા એવોર્ડ કેતનભાઇ પટેલ,વિક્રમસિંહ ચૌહાણ,અરડી ગામના સરપંચ,ડે સરપંચ તથા ખેડુતો તથા સભ્યો હાજર રહેલ હતા..આ કાર્યક્રમમા દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતીમા જીવામૃત બનાવવાની પધ્ધતિ નુ થીયરી અને પ્રેક્ટીકલી સમજ આપવામા આવી હતી લોકો ઘર આંગણે દેશી ગાય રાખતા થાય અને તેના ગૌમુત્ર અને ગોબર થકી પ્રાકૃતિક ખેતી કરતા થાય ખેડુતો નો ખેતી ખર્ચ ઘટે અને આવક બમણી થાય તે મુખ્ય આશય હતો અને દેશી ગાય આધારીત અનાજ શાકભાજી ઉત્પાદીત કરી પોતાના પરીવાર નુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને નિરોગી રહે તે વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામા આવેલ હતુ..
આ કાર્યક્રમમાં ન્યૂઝ ઓનલાઈન ગ્રુપના તંત્રી ને નમસ્કાર ગુજરાત દૈનિકના મેનેજિંગ તંત્રી ડો કલ્પેશ પટેલ,કેપટન ટ્રેકટર ના ઓર્થોરાઈઝ ડીલર કરશનભાઇ ભરવાડ, કેપટન ટ્રેકટર કંપની ના ફિલ્ડ ઓફિસર દર્શનભાઈ ને નિતેશ પરમાર નું અરડી ગામના જાગૃત ખેડૂત રઈજીભાઈ પરમારે ને વિક્રમસિંહે આમંત્રિત મહેમાનનોનું વિશેષ સન્માન કર્યું હતું
સકલન-રિતેશ પટેલ,કલ્પેશ પટેલ,ઉમરેઠ
મો-9879407774
0 comments: