Wednesday, 2 November 2022

ચીખલોડ પગાર કેન્દ્ર શાળા અને ગ્રામ પંચાયત દ્વારા મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ નિમિતે પ્રાર્થના સભા ને રામધૂન કાર્યક્રમ યોજાયો

SHARE
ચીખલોડ પગાર કેન્દ્ર શાળા અને ગ્રામ પંચાયત દ્વારા મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ નિમિતે પ્રાર્થના સભા ને રામધૂન કાર્યક્રમ યોજાયો
ચીખલોડ તા-૦૨,મોરબીમા ઝુલતા પુલ હોનારતમાં મુત્યુ પામેલા તમામને શ્રધાંજલિ અને રામધુનનો કાર્યક્રમ કપડવંજ તાલુકાના ચીખલોડ ખાતે  ચીખલોડ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય અનુપસિંહ  પરમાર ,ચીખલોડ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી અશોક ઝાલા , સરપંચ પ્રતિનિધિ રઈજીભાઈ રાઠોડ ,કપડવંજ તાલુકા પંચાયત પૂર્વસદસ્ય -ન્યૂઝ ઓનલાઈન ગ્રુપના તંત્રી ડો કલ્પેશ પટેલ,ગ્રામ પંચાયત  સભ્ય દલપતસિંહ,  શાળા ના પૂર્વ આચાર્ય વિજયભાઈ ગઠવી ,ગામના આગેવાન ભરતસિંહ પરમાર,જગદીશ પટેલ,કનુભાઈ પટેલ,નારાયણભાઈ પટેલ,ભરતસિંહ રાઠોડ, તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શાળા ના પ્રાર્થના હોલ માં કેન્ડલ સળગાવી તેમજ બે મિનીટ નું મૌન રાખીને ત્યારબાદ રામધૂન ગાઈ મૃતકો ને શ્રધાંજલિ અર્પી હતી સાથે આચાર્ય અનુપસિંહ એ  આ મોરબી હોનારત માં નાના બાળકો તેમજ યુવાનો ડૂબ્યા હોવાનું જણાતા તેઓએ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ઉપસ્થિત જાગૃત નાગરિકો ને જણાવતા કહ્યું હતું કે પહેલા ના સમયમાં ગામના પાદરે ના તળાવો ભરેલા રહેતા હોય તરતા શીખતાં હતા પણ હવે સ્વીમીંગ પુલમાં જઇ તરતા શીખવું પડે છે જેથી વધુ ને વધુ નાના બાળકોઓએ તરતા શીખવું જોઈએ જેથી પુર આવે કે આવી એકાએક ઘટના બને સંરક્ષણ થઈ શકે કેમકે મોરબી હોનારતમા તરતા આવડતું હતું તેવા સેંકડો બચી ગયા છે આમ જાગૃતતા લાવવાનો અનુરોધ કર્યો હતો.

તસવીરો-અજય પટેલ, ચીખલોડ
SHARE

Author: verified_user

0 comments: