કપડવંજ તાલુકા ના ચીખલોડ ગામે પંચાયત પ્રતિનિધિ ,ચીખલોડ પે સેન્ટર ના આચાર્યશ્રી ને ગામ ના જાગૃત નાગરીકોઓએ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કર્યા
હું સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છું કે,હું એકતા,અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વંયને સમર્પિત કરીશ....
ચીખલોડ--૩૧મી ઓકટોબર ના રોજ દેશની એકતા અને અખંડિતતા ના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ દિવસ ને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો એકતા દિવસ નિમિત્તે દેશ ની એકતા,અખંડિતતા અને સુરક્ષાને જાળવી રાખવા આંતરિક સુરક્ષામાં સ્વંયોગદાન આપવાના શપથ લેવામાં આવ્યા જે અંતર્ગત રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કપડવંજ તાલુકાના ચીખલોડ ગામની પે સેન્ટર શાળાના આચાર્ય અનુપસિંહ પરમાર ,પંચાયત ના પ્રતિનિધી રઇજીભાઈ રાઠોડ, એસ એમસી અધ્યક્ષ રંગીતસિંહ રાઠોડ,સીને મીડિયા ફાઉન્ડેશન ના પ્રમુખ ,ન્યુઝ ઓનલાઈન ગ્રુપના તંત્રી અને કપડવંજ તાલુકા પંચાયત ના પૂર્વ સદશ્ય ડો કલ્પેશ પટેલ,ગામના જાગૃત નાગરિક હિમાંશુ પટેલ, પત્રકાર સુરેશ પરમાર ,પ્રવીણભાઈ પંચાલ ની સાથે ગામના આગેવાનોઓએ રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે આજે હું સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છું કે,હું એકતા,અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વંયને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં પણ આ સંદેશ ફેલાવવાનો પુરો પ્રયત્ન કરીશ.હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છું ને સરદાર વલ્લભભાઈ પટેલની દુરદેશી અને કાર્યો થકી સંભવ બની છે .હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું પોતાનું યોગદાન આપવા માટે પણ સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છું ઉપસ્થિત તમામ મહાનુભાવો ઓએ શપથ ગ્રહણ કરી રાષ્ટ્રીય એકતાને સુદ્રઢ બનાવવા માટેની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી
કપડવંજ તાલુકાના ચીખલોડ ગામની પે સેન્ટર શાળાના આચાર્ય અનુપસિંહ પરમાર ,પંચાયત ના પ્રતિનિધી રઇજીભાઈ રાઠોડ, એસ એમસી અધ્યક્ષ રંગીતસિંહ રાઠોડ,સીને મીડિયા ફાઉન્ડેશન ના પ્રમુખ ,ન્યુઝ ઓનલાઈન ગ્રુપના તંત્રી અને કપડવંજ તાલુકા પંચાયત ના પૂર્વ સદશ્ય ડો કલ્પેશ પટેલ,ગામના જાગૃત નાગરિક હિમાંશુ પટેલ, પત્રકાર સુરેશ પરમાર ,પ્રવીણભાઈ પંચાલ ની સાથે ગામના આગેવાનોઓએ રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી કરી હતી
ફોટો-અજય પટેલ,ચીખલોડ
0 comments: