જૂનાગઢ નજીક ડુંગરપુર ગામ માં સાપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની
મીસીસ મહારાષ્ટ્ર ને ગુજરાતી ફિલ્મ કલાકાર જુગનું મોદી ગાંધી એ વિશેષ મૂલાકાત લીધી
જૂનાગઢ થી પંદર કિલોમીટર દૂર ડુંગરપુર ગામ માં સાપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આવેલ છે જ્યાં ભગવાન ના લાડકા બાળકો ને રાખવા માં આવે છે સંસ્થામાં અતિ ગંભીર દિવ્યાંગતા ધરાવતા અને માતાપિતા ની છત્રછાયા ગુમાવનાર અથવા એક વાલીવાળા બાળકોને ફી લીધા વગર સાચવવા માં આવે છે આવા બાળકો પોતાની રીતે દૈનિક ક્રિયા ઓ પણ કરી શકતા નથી. સંસ્થામા સવારથી બાળકોને જગાડવા,ટોયલેટ,પેશાબ સાફ કરવું,નવડાવી તૈયાર કરવા ત્યારબાદ નાસ્તો કરાવી જરૂરી દવા પીવડાવી દિવસની શરૂઆત કરવામાં આવે છે ક્ષમતા અનુસાર તાલીમો આપવી તેમજ દિવસ દરમ્યાન ચાર વખત ભોજન આપવામાં આવે છે આ સંસ્થા બાર વર્ષથી કાર્યરત છે સંસ્થામાં આખા ઇન્ડિયા ના કોઈપણ ગામથી આવેલા બાળકોને રાખવામાં આવે છે સંસ્થાના બાળકોને એજ્યુકેશન થી લઈને તેમની મેડિકલ ની જરૂરિયાત થી લઈને તેમની એક્સસાઈઝનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવે છે સંસ્થામા બે વર્ષથી સતર વર્ષના બાળકો રહે છે સંસ્થામાં કુલ એક્યાસી બાળકો નિવાસ કરી રહ્યા છે આવા બાળકોનું સમાજમાં કોઈ ન હોવાને કારણે વેકેશન કે તહેવારોમાં રજા પાડવામાં આવતી નથી આ સંસ્થા 365 દિવસ અને 24 કલાક કાર્યરત છે.
સંકલન-કલ્પેશ પટેલ
મો-9879407774
0 comments: