આણંદ જિલ્લા ભાજપ કાર્યાલયનુ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ હસ્તે લોકાર્પણ કરાશે
આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે અદ્યતન કાર્યાલય બનાવવાની ઝુંબેશના પરિણામ સ્વરૂપ આણંદ જિલ્લાના નાવલી રોડ ખાતે અંદાજે સાડાત્રણ કરોડના ખર્ચે ૨૦ હજાર ચોરસ મીટરના જગ્યામાં ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમ ભાજપના જીલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું. તેઓએ વધુમાં માહિતી આપતા ઉમેર્યું હતું કે નવ નિર્માણ થયેલ કાર્યાલય ખાતે મુખ્ય પાંખ સહિત વિવિધ મોરચા સેલ માટે હોદેદારો અને કાર્યકરો માટે ઓફિસ બેઠક વ્યવસ્થા, લાઈબ્રેરી, કિચન આરામ કક્ષ, કોન્ફરન્સ હોલ, વિશાળ મીટીંગ હોલ, તેમજ તમામ પ્રકારની પાયાની સુવિધાઓ સાથે કાર્યાલયનુ નિર્માણ કરવામાં આવ્યું છે.
પ્રથમ નવરાત્રીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ પ્રમુખ પ્રમુખ સી આર પાટીલ અને ભાજપના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આણંદ ભાજપના કાર્યાલયને સમગ્ર જીલ્લાના કાર્યકરોને સમર્પિત કરવામાં આવશે. માત્ર ૨૧ મહીના જેટલા ટુંકાગાળામાં આણંદ ભાજપ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: