નડીયાદ સરદાર ભવન ની બાજુમાં જ ગૃહ ઉદ્યોગ ની આડ માં ચાલતા દેહ વેપાર નો સંચાલક કોણ..?
અનેક સવાલો ઉઠી રહ્યા છે આ પ્રમાણે......
રાજય બહાર થી યુવતીઓ મંગાવી વોટસએપ દ્વારા ગ્રાહકોને યુવતીઓ ના ફોટા મોકલાવવામાં આવતાં હતાં.
આ દુકાન પોતાની માલિકી ની છે કે ભાડા પેટે?
શું દુકાન માલિક જાણે છે કે તેમની દુકાન માં કેવા ગોરખ ધંધા ચાલે છે? કે પછી આંખ આડા કાન?
વ્યાજ નો ધંધો ચાલે છે તો શું સરકારી લાયસન્સ લીધેલ છે?
જો લાયસન્સ છે તો સરકારી ગાઈડ લાઈન મુજબ તેનું વ્યાજ લેવામાં આવે છે કે પછી મન ફાવે તેમ વસૂલવામાં આવે છે?
શું દર વર્ષે સરકાર ના નિયમ મુજબ ઓડિટ રિપોર્ટ બનાવવા માં આવે છે?
ખેડા જિલ્લા ના નડીયાદ માં સરકારી કચેરીઓ ની બાજુમાં જ ચાલતા ગૃહ ઉદ્યોગ ની આડ માં દેહ વ્યાપાર ચાલતો હોવાની માહિતી મળતાં જ પ્રાથના સંદેશ ની ટીમ દ્વારા છેલ્લા કેટલાંક મહિનાઓથી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સંચાલક નું નામ તેમજ યુવતીઓ ક્યાંથી મંગાવવામાં આવતી હતી ? તેમજ કેટલાક રેગ્યુલર ગ્રાહકો ની પણ માહિતી મળી આવેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં માં જવાબદાર તંત્ર દ્વારા અગાઉ પણ કેટલાંય આવા કૂટણખાના ના સંચાલકો પર કેસ કરીને કૂટનખાના બંધ કરાવવામાં આવ્યા હતા. તેમ છતાં આ શખ્સ હજુ પણ કોઈ પણ નો ડર રાખ્યા વિના પોતાનો વ્યવસાય ચાલુ જ રાખે છે તો આના ઉપર કોની મહેરબાની છે.?
વધુ માં આ શખ્સ શરૂઆતમાં ગૃહ ઉદ્યોગ માં રોજગારી મેળવવા આવતી મહિલાઓ ની ગરબાઈ નો ફાયદો ઉઠાવીને પૈસા ની લાલચ આપીને પણ આવા ખોટા કામ કરાવતો હતો. ત્યાર બાદ આ ધંધા માં મસ્ત મોટી આવક દેખાતાં તેને અહી જ ગૃહ ઉદ્યોગ ની આડ માં જ દેહ વ્યાપાર ચાલુ કરી દીધો હતો.અને રાજ્ય બહાર ની યુવતીઓ ને બોલાવી ને ગ્રાહકો ને સપ્લાય પણ કરતો હતો. વધુ માં કેટલાંક વેપારીઓ એ એવું પણ જણાવ્યું હતું કે આ પૈસા દ્વારા તે" ______ બન ગયા જેન્ટલ મેન" બનીને લાયસન્સ વગર વ્યાજ નો ધંધો પણ કરે છે અને સરકાર ના નિયમ વિરુદ્ધ નું વ્યાજ પણ લોકો પાસે થી વસૂલે છે. વધુ માં કેટલાંક વેપારીઓ જણાવ્યું હતું કે આ શખ્સ થી બધા જ વેપારીઓ હેરાન થઈ ગયા છે જેથી જવાબદાર તંત્ર એ આના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને આવા ગોરખ ધંધા બંધ કરાવવા જોઈએ. જેથી બીજા વેપારીઓ પોતાના રોજગાર યોગ્ય રીતે ચલાવી શકે.
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
0 comments: