જાગૃતિ મહિલા સમાજ આણંદ દ્વારા દેશભક્તિ ગીત હરિફાઈ યોજાઈ
આઝાદીકા અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે જાગૃતિ મહિલા સમાજ આણંદના ઉપક્રમે દેશભક્તિ ગીતોની હરીફાઈ કૃષ્ણ જન્મના વધામણા અને હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો. જાગૃતિ મહિલા સમાજ આણંદના ઉપક્રમે આદ્યસ્થાપક કુસુમબેન એડનવાલા અને પ્રમુખશ્રી ભારતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ કમલાપાર્ક ખાતે દેશભક્તિ ગીતોની સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં જજ તરીકે માનદ્દસેવા ઉર્મિબેન ત્રિવેદી અને સોનલબેન દરજીએ આપી. સ્પર્ધાના વિજેતાઓને નિમિષાબેન જાની નમસ્કાર ગુજરાત દૈનિક કરમસદ ,આણંદ જીલા મીડીયા કોઓર્ડીનેટર MMBVS અને કમલાબેન પટેલ (MMBVS)ના આણંદ જિલ્લાના કાર્યકારી પ્રમુખએ ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. ભાગ લેનાર દરેક બહેનોને આશ્વાસન ઈનામોથી સંગીતાબેન અરોરાએ નવાજ્યા હતા.
આ સ્પર્ધામાં પ્રથમ અનામિકાબેન શાહ, દ્વિતિય મનીષાબેન ઠક્કર, તૃતિય કોકીલાબેન પટેલ, ચતુર્થ જયશ્રીબેન ભિમાની વિજેતા બન્યા હતા. સૌને અભિનંદન પાઠવ્યા હતા.
જન્માષ્ટમીના આગમન ટાણે શ્રી કૃષ્ણ જન્મના વધામણા કાર્યક્રમ યોજાયો હતો. કાનાને પારણે ઝુલાવી વધામણાં ગીતો, ભજનો ઈનાબેન પરીખે ગાઈ સૌને આનંદવિભોર બનાવ્યા હતા.
આઝાદી કા અમૃત મહોત્સવનો ઉત્સવ ભાજપ મહિલા મોરચાના રાજ્ય મંત્રી નિપાબેન પટેલે અને રાખીબેન શાહ કાઉન્સિલર વિદ્યાનગર નગરપાલિકા એ હર ઘર તિરંગા પર્વ પર સંસ્થાની સર્વ બહેનોને તિરંગાનુ વિતરણ કર્યુ હતું. લક્કી ડ્રોના વિજેતા અલ્કાબેન શાહ બન્યા હતા.
સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ઉપપ્રમુખ સરોજબેન શાહ તથા મંત્રી સ્મિતાબેન પંડ્યાએ કર્યુ હતું. કારોબારી સભ્ય નિશાબેન જાની તથા કોમલબેન પટેલે આઝાદી પર્વનું સુંદર શુશોભન કર્યુ હતું.
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: