Tuesday, 16 August 2022

પાદરા તાલુકાની ડભાસા કુમાર પ્રાથમિક શાળાની શિક્ષિકા વર્ષાબેન વાઘેલાને પ્રતિભાશાળી સન્માનપત્ર એનાયત કરાયું

SHARE
પાદરા તાલુકાની ડભાસા કુમાર પ્રાથમિક શાળાની શિક્ષિકા  વર્ષાબેન વાઘેલાને પ્રતિભાશાળી સન્માનપત્ર એનાયત કરાયું
પાદરા તાલુકા કક્ષા નો સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કાર્યક્રમ સાંઢા પ્રાથમિક શાળા ખાતે યોજાયો જેમાં પાદરા તાલુકા મામલતદાર   વિજયભાઈ  ,નાયબ મામલતદાર પ્રણવભાઈ  ,નાયબ મામલતદાર  જીગ્નેશભાઈ સાહેબ  ,રેવન્યુ તલાટી  શૈલેષભાઈ ,પોલીસ ઇન્સ્પેકટર  રાઠવા સાહેબ , પાદરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી  વિનુભાઈ પરમાર , બી.આર.સી  વૈશાલીબેન પંચાલ ,સી.આર.સી શ્રીઓ તેમજ 15 ક્લસ્ટર માંથી પસંદ થયેલ પ્રતિભાશાળી સારસ્વત મિત્રો ,સરપંચ  સાંઢા,એસ.એમ.સી સાંઢા,શિક્ષક પરીવાર સાંઢા પ્રાથમિક શાળા,તલાટી કમ મંત્રી  તેમજ ખુબ જ મોટી સંખ્યા માં ગ્રામજનો ,યુવાનો ,વડીલો , મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 76 માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી ખુબ જ ઉત્સાહ સાથે કરવામાં આવી. રાષ્ટ્રીય પર્વ નિમિતે અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક  પ્રોગ્રામ સાંઢા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો સાથે સાથે પ્રતિભાશાળી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા જેમા પાદરા તાલુકાની ડભાસા કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા  વર્ષાબેન બી વાઘેલા ને પાદરા તાલુકાના  ડેપ્યુટી મામલતદાર  શ્રી ના હસ્તે પ્રતિભાશાળી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું અને પાદરા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ  અધ્યક્ષ  રાહુલભાઇ પટેલ  દ્વારા સર્વાંગી વિકાસમાં સમાજ ઉપયોગી કાર્યો કરતાં રહો તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી

સંકલન:કલ્પેશ પટેલ,વડોદરા
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: