વડોદરાના હરણીમાં આવેલ સ્કલ્પ્ચર ગાર્ડનમાં
75 માં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વડોદરાના હરણીમાં આવેલ સ્કલ્પ્ચર ગાર્ડનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિયમિત યોગ વર્ગ ચાલી રહ્યો છે. આજના 75 માં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ હતું, એમાં 50થી વધુ બહેનોએ ભાગ લઈ અને સુંદર યોગ નૃત્ય ની રજૂઆત કરી. હરની વિસ્તારમાં આ નિશુલ્ક યોગ વર્ગ નિયમિત ચાલી રહ્યા છે અને સાંજની બેંચ સાડા પાંચ થી સાડા છ માં સ્પેશિયલ લેડીઝ બેચ છે એનો હરની વિસ્તારની બહેનો જરૂરથી લાભ લે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર પારૂલબેન શાહ આ યોગ વર્ગનું સંચાલન કરી રહ્યા છે અને યોગકોચ સુનિલ પટેલ દ્વારા યોગ શિક્ષકની નિઃશુલ્ક તાલીમ પણ અહીંયા અપાય છે તો જાહેર જનતાને આ નિઃશુલ્ક સેવાનો લાભ લેવા માટે વિનંતી છે.
સંકલન:કલ્પેશ પટેલ, વડોદરા
મો-9879407774
0 comments: