યોગી ડિવાઇન સોસાયટી દ્વારા બાકરોલ –આણંદ - વિદ્યાનગરમાં ‘તિરંગા યાત્રા’ યોજાઇ
‘હર ઘર તિરંગા’નો સંદેશ આપ્યો
૭૫૦ સ્કૂટર-બાઈક-કારની ની રેલી મુખ્ય માર્ગો પર ફરી
યોગી ડિવાઇન સોસાયટી દ્વારા બાકરોલ, વિદ્યાનગર, આણંદમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલથી શરૂ થયેલ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ યાત્રાને યોગી ડિવાઇન સોસાયટી વતી પૂજ્ય શ્રીજીવલ્લભ સ્વામી, પૂજ્ય પ્રાણેશજીવન સ્વામી, પૂજ્ય હરિસૌરભ સ્વામી, પૂ. અભેદજીવન સ્વામી, પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ, પૂર્વ સાંસદ દિલીપભાઇ પટેલ, યોગી ડિવાઈન સોસાયટીના ટ્રસ્ટી નગીનભાઈ શેઠ, આણંદ જીલ્લા ભાજપ મંત્રી નિરવભાઈ અમીન, શહેર ભાજપ પ્રમુખ મયૂરભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના સંગઠન મંત્રી ઉમેશભાઈ, બજરંગ દળના જીલ્લા અધ્યક્ષ આકાશભાઈ રાવ, આણંદ નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ વિજયભાઇ માસ્ટર, શ્વેતલભાઈ પટેલ, પ્રજ્ઞેશભાઈ પટેલ, જૈન અગ્રણી ભરતભાઇ શાહ, દિનશા પટેલ, હિરેનભાઈ પટેલ, રાજુભાઇ પટેલ (ધર્મજ), આણંદ જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પથિક પટેલ, આણંદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ જતીન પટેલ, સચિનભાઈ પટેલ, પીંકલ ભાટિયા, ભરવાડ યુવા સંગઠનના મહામંત્રી અમિતભાઈ ભરવાડ, આત્મીય વિદ્યાધામ સંચાલન સમિતિના પ્રમુખ .વિમલભાઈ શેઠ સહિતના અગ્રણીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું.
આ આયોજન અંગે આત્મીય વિદ્યાધામ –બાકરોલની સંચાલન સમિતિના સેક્રેટરી ડૉ. આશવ પટેલે કહ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદી ‘હર ઘર તિરંગા’ અભિયાન માટે અભિનંદનના અધિકારી છે. મુખ્યમંત્રી હતા ત્યારે અને હવે પ્રધાનમંત્રી છે ત્યારે લોકલક્ષી અભિગમને કારણે સરકારી કાર્યક્રમો લોક ઉત્સવનું સ્વરૂપ ધારણ કરે છે. આઝાદી મેળવવામાં નિમિત્ત બનનાર સ્વાતંત્ર્યસેનાનીઓની સાથેસાથે આઝાદીને ટકાવી રાખવામાં નિમિત્ત બનનાર સશસ્ત્ર સેનાઓ, ધાર્મિક આગેવાનો, સંતો, ન્યાય તંત્ર, પત્રકારો, ઉદ્યોગ સાહસિકો, સરકારી તંત્ર અને સમાજના તમામ વર્ગો આઝાદીના આ અમૃત મહોત્સવ પ્રસંગે અભિનંદન અધિકારી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ તિરંગા યાત્રા આત્મીય વિદ્યાધામ પરિસર બાકરોલથી શરૂ થઈને શહિદ ચોક, સરદાર પટેલ યુનિવર્સિટી, ભાઈકાકાની પ્રતિમા, વિદ્યાનગર રોડ થઈને ટાઉનહૉલ, નવું બસ સ્ટેન્ડ, બેઠક મંદિર થઈને ડી. એન હાઇસ્કુલે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં આશરે સાડા છસો જેટલાં બાઇક, સ્કૂટર અને એકસો કારમાં કુલ બારસો જેટલા વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ, હરિભક્તો વગેરેએ સામેલ થઈને ‘હર ઘર તિરંગા’ણો સંદેશ આપ્યો હતો.
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: