Monday, 15 August 2022

76માં સ્વાતંત્ર દિનની ઉજવણી નિમિત્તે નગર પ્રાથમિક શાળા નંબર 29 પુરુષોત્તમ નગર બાકરોલમાં ધ્વજ વંદન વિધિ નો કાર્યક્રમ યોજાયો

SHARE
76માં સ્વાતંત્ર દિનની ઉજવણી નિમિત્તે  નગર પ્રાથમિક શાળા નંબર 29 પુરુષોત્તમ નગર બાકરોલમાં ધ્વજ વંદન વિધિ નો કાર્યક્રમ યોજાયો
MMBVSની ટીમએ નગર પ્રાથમિક શાળા નંબર 29 બાકરોલ ખાતે ધ્વજવંદન કર્યું



76માં સ્વાતંત્ર દિનની ઉજવણી નિમિત્તે  નગર પ્રાથમિક શાળા નંબર 29 પુરુષોત્તમ નગર બાકરોલમાં ધ્વજ વંદન વિધિ નો કાર્યક્રમ યોજાયો. દાતાશ્રી દીપ્તિબેન પટેલના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો.આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ અને દાતાશ્રીઓ તરીકે માનવાધિકાર એવમ મહિલા બાળ સંગઠન આણંદની  ટીમના ડો. કલ્પેશ પટેલ (ગુજરાત પ્રદેશ મીડિયા કોર્ડીનેટર),  કોકીલાબેન પટેલ (ભાજપ અગ્રણી કાર્યકર્તા), કમળાબેન પટેલ (આણંદ જિલ્લા કાર્યકારી પ્રમુખ), મનિષાબેન શાહ (આણંદ જિલ્લા ઉપપ્રમુખ), (નિમિષાબેન જાની આણંદ જિલ્લા મીડિયા કો-ઓર્ડીનેટર), સોનલબેન સુમારીયા ( MMBVS સભ્ય) ઉપસ્થિત રહ્યા તેમના દ્વારા શાળાના ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને નાસ્તા વિતરણ કરવામાં આવ્યું.
આ ઉપરાંત સંકલ્પ ફાઉન્ડેશન માંથી પધારેલ અન્ય અતિથિ વિશેષ દાતાશ્રીઓ  બલદેવસિંહ બોડાણા , જગદીશભાઈ પરમાર , ગોપાલ સી પઢીયાર પણ હાજર રહ્યા અને તેમના દ્વારા ગત વર્ષે ધોરણ 3થી 8 માં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે સ્લેટ પેન, સ્કેચ પેન, પેન્સિલ કીટ ,કંપાસ, ડોમસ્કીટ પેન્સિલ કલર, સ્કેચ બુક, બોલપેન વગેરે નું ઇનામ વિતરણ કરવામાં આવ્યું. તેમજ અન્ય એક દાતા નીતિનભાઈ દ્વારા બધા જ વિદ્યાર્થીઓને નાસ્તા વિતરણ કરવામાંઆવ્યું. દિપ્તીબેન પટેલ દાતાશ્રી દ્વારા બધા જ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મો મીઠું કરાવ્યું.શાળાના આચાર્ય પ્રકાશભાઈ પરમાર દ્વારા પધારેલ સર્વે દાતાશ્રીઓનો હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા મીનાક્ષીબેન પ્રજાપતિ દ્વારા કરવામાંઆવ્યું.
      આમ સ્વાતંત્ર દિનની ઉજવણી ખૂબ જ ગૌરવપૂર્ણ રીતે કરવામાં આવી.
---પાર્થ શાહ,કલ્પેશ પટેલ-આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: