Tuesday, 2 August 2022

રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ માનવાધિકાર એવં મહિલા બાલ વિકાસ સંગઠનની નેશનલ મિટિંગ યોજાઈ

SHARE
રાષ્ટ્રીય અધ્યક્ષ  નિલેશભાઈ જોશીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ માનવાધિકાર એવં મહિલા બાલ વિકાસ સંગઠનની નેશનલ મિટિંગ યોજાઈ
નવસારી ખાતે મળેલી નેશનલ મીટીંગમાં  નેશનલ વર્કિંગ કમિટીના હોદેદારો ની વરણી કરવામાં આવી હતી ત્યારે આણંદ ના ગુજરાત પ્રદેશ મીડિયા કોઓર્ડીનેટર ડો.કલ્પેશ પટેલ,આણંદ જીલા કાર્યકારી પ્રમુખ કમળાબેન પટેલ અને આણંદ જીલા મીડિયા કોઓર્ડીનેટર નિમિષાબેન જાની ને નેશનલની વર્કિંગ કમિટીમાં સિલેક્શન થતાં આણંદ જીલાનું ગૌરવ વધાર્યું છે

માનવાધિકાર એવં મહિલા બાલ વિકાસ સંગઠનની નેશનલ મિટિંગનું આયોજન રાષ્ટ્રીય અધ્યક્ષ  નિલેશભાઈ જોશીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ નવસારી સર્કિટ હાઉસ, નવસારી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય,મહારાષ્ટ્ર રાજ્યના હોદેદારો હાજર રહ્યા હતા.મહિલા વિંગ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મિટિંગમાં આવનારા સમયમાં સંગઠનની કામગીરી અને અત્યાર સુધીમાં સંગઠન દ્વારા થયેલ કામગીરીની વિગતવાર માહિતી રાષ્ટ્રીય સચિવ  દીપકભાઈ પરમાર દ્વારા રજૂ કરવામાં આવી હતી. સંગઠનના શિક્ષણ સેલના પ્રમુખ ઉમેશભાઈ જોશી દ્વારા આગામી માનવ પ્રતિભા સન્માન સમારોહ વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી.
આ મિટિંગમાં નવસારી જિલ્લાના નાયબ મામલતદાર જીગરભાઈ જોશી, જિલ્લા આયુર્વેદ ઓફિસર ડો.નયનાબેન પટેલ, ઈન્ડિયન ક્રિકેટર શ્રીરાકેશભાઈ પટેલ, કોસ્ટલ સેકશન લીડર ચંદ્રકાંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા અને તેમના દ્વારા MMBVS ટીમ દ્વારા થઈ રહેલ કામગીરીની પ્રસંશા કરવામાં આવી હતી અને તેમના દ્વારા MMBVS ટીમને સંપૂર્ણ સહકાર જ્યાં જરૂર પડે ત્યાં આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.

MMBVS ટીમ દ્વારા ઉપસ્થિત તમામ હોદેદારોને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતમાં રાષ્ટ્રીયગાન સાથે મિટિંગ પૂર્ણ કરવામાં આવી હતી.

નેશનલ મિટિંગનું સુંદર અને સફળ આયોજન બદલ વિરલભાઈ ગજ્જર અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન.

સંકલન -કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: