Monday, 25 July 2022

વડોદરા શહેર મા IAOH દ્રારા બે દિવસીય કોન્ફરન્સ યોજાઈ

SHARE
વડોદરા શહેર મા IAOH દ્રારા બે  દિવસીય કોન્ફરન્સ યોજાઈ         

ઈન્ડીયન એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ (IAOH) વડોદરા અને ડિરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ગુજરાત સરકાર દ્વારા તારીખ 23 ,24 જુલાઈ ના રોજ ગુજરાત રાજ્યની બે દિવસીય કોન્ફરન્સ ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી વિષય પર વડોદરા શહેરમાં રાખવામાં આવી હતી આ પ્રસંગે રાજ્યના લેબર મિનિસ્ટર શ્રી બ્રિજેશ કુમાર મારેજા તથા ડાયરેક્ટ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થના શ્રો પી•એમ શાહ ભાજપાના શહેર અધ્યક્ષ ડૉ શ્રી વિજયભાઈ શાહ મેયર શ્રી કેયુરભાઈ રોકડિયા ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહીલે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ડૉ હિતેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા           વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ન્યૂ સયાજી હોટલ ખાતે બે દિવસ એક કોન્ફરન્સનું આયોજન  IAOH દ્વારા કરાયું  હતું                તારીખ 23 મીના રોજ પ્રથમ દિવસે 450 જેટલા લાભાર્થે આ કોન્ફરન્સમાં નોંધણી કરાવવી હતી કોન્ફરન્સ    નો  હેતુ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ઈમરજન્સી દરમિયાન તાત્કાલિક સારવાર વ્યવસ્થા થાય તથા કામદારોના રોગોની તપાસ તેમજ સલામતી માટે કાર્ય કરવાની માહિતી આપવાનો હતો આ કોન્ફરન્સ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મેડિકલ સુવિધામાં સુધારો કરી ઇન્ડસ્ટ્રીયલ માં કામ કરતા કામદારોને સ્વાસ્થ્ય સારું રહે તથા તેઓને સ્વસ્થ રીતે કામ કરવાની માહિતી મળે તે હતો 24 મી   ના રોજ  સમાપન સમારોહ યોજાયો હતો બે દિવસ યોજાયેલી આ કોન્ફરન્સમાં  ફેક્ટરી ના માલિકો તથા મેડિકલ ઓફિસરો સેફટી તથા કંપનીના મેનેજરો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં આવેલી નામાંકિત કંપનીઓના પ્રતિનિધિઓ આ કોન્ફરન્સ મા ભાગ લીધો હતો તથા આ કોન્ફરન્સ વિશ્વમાં દરેક ઠેકાણે સોશિયલ મીડિયાના માધ્યમથી દેખાય તેમ ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગુજકોન 2022 ના ચેરમેન શ્રી પી .સી જૈન ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડો જે .આર કામત  IAOH પ્રેસિડેન્ટ ડો. આર.સી સકસે ના તથા સેક્રેટરી ડો. મિલન ઠાકર સહિત હોદ્દેદારો પદાધિકારીઓ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા અને કોન્ફરન્સને સફળ બનાવી હતી.       

સંકલન-કલ્પેશ પટેલ, વડોદરા
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: