Friday, 22 July 2022

આણંદ જિલ્લાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સારસા શાખા દ્વારા રાત્રી ખેડૂત સભા યોજાઈ

SHARE
આણંદ જિલ્લાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સારસા  શાખા  દ્વારા રાત્રી ખેડૂત સભા યોજાઈ

 *સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા  સારસા શાખા દ્વારા સારસા કેળવણી મંડળ, સારસા સંચાલિત શ્રી  એમ. વી. એસ. હાઇસ્કુલ* ખાતે 
રાત્રિ ચોપાલનું  આયોજન  યોજાઈ ગયું.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સારસા શાખા દ્વારા આયોજિત આ સભાનું સંચાલન   પારૂલ પંડ્યા  (પારુલ અમિત પંખુડી ' દ્રારા  કરવામાં આવ્યું.
સારસા શાખાના મેનેજર  જીતેન  તેજાણી  તેમજ ડૉ.હરીશ પટેલ દ્વારા આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રાત્રિ ચોપલ માં સારસા તેમજ આસપાસના  ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં..

આ ખેડૂત સભામાં ઉપસ્થિત એવાં  સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના આદરણીય શ્રી ગુજરાત મંડળના મહા પ્રબંધક  પ્રણય  રંજન દ્વિવેદી  તથા આણંદ  રીજીયનના સહાયક મહા પ્રબંધક  સંતોષ મહેતા, સારસા શાખા પ્રબંધક  જીતેન તેજવાની તેમજ  પણસોરા શાખા પ્રબંધક   ડૉ. હરીશ પટેલ , તેમજ  ટેકનિકલ  ઓફીસર  હસમુખ પટેલ, ચીફ મેનેજર   મનોજ સર,  ચીફ મેનેજર  રાજકમલ સર , વિનસ સર તેમજ  સારસા શાખા નો સ્ટાફ , તેમજ પણસોરા શાખાના  
 સ્ટાફ  કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

આ સભાનો મુખ્ય ઉદ્દેશ બેંક અને ખેડૂતો વચ્ચેનો તાલમેળ વધે તથા ખેડૂતો વિના સંકોચે બેંકમાં આવી બેંકની વિવિધ યોજનાઓ ને લગતી માહિતી તથા અન્ય સેવાઓ નો લાભ લઈ શકે તે માટે આયોજિત કરેલ છે.
 કાર્યક્રમની શરૂઆત દીવો પ્રગટાવી કરવામાં આવી હતી.
ત્યારબાદ વૃક્ષારોપણ કરી ખેડૂત ખાતેદારોને આપેલ ધિરાણ અંતર્ગત ચાવી તેમજ ચેક આપવામાં આવ્યાં હતા.
આ સુંદર  રાત્રિ ચોપાલ સભાને આગળ સંબોધિત કરી હતી  આણંદ  રીજીયનના સહાયક મહા પ્રબંધક  સંતોષ મહેતા તેમણે ઉપસ્થિત ખેડૂત ખાતેદારો ને બેંક દ્વારા અપાતી વિવિધ યોજનાની ટુંકમાં માહિતી આપી હતી.

ત્યારબાદ શ્રી  ગુજરાત મંડળના મહા પ્રબંધક  પ્રણય  રંજન દ્વિવેદી  દ્વારા ખેડૂતને યોગ્ય માર્ગદર્શન અને   સ્ટેટ બેંક દ્વારા યોગ્ય બેંક ધિરાણ આપવામાં  આવશે એવી સ્યોરીટી આપવામાં આવી હતી.

 હસમુખ ભાઈ પટેલ દ્વારા બેંકની વિવિધ યોજનાથી માહિતગાર કરવામાં  આવ્યાં હતાં. ઘનશ્યામભાઈ ભાલોડી  દ્વારા  ઓર્ગેનિક ખેતી વિશે માહિતી આપવામાં આવી.

રાખમાંથી રોજ બેઠો થાઉં એવી જાત છું,
સાવ મામુલી ના ગણશો હું જગતનો તાત છું.

ભૂખને, ભૂંડી તરસમાં તો ખપાવી જિંદગી,
ધોમધખતા તાપમાં શીતલ રહું એ વાત છું.

છે ખજાનો ખેતરે મારો સદાએ છાંયડો,
ગોદ ધરતીનીં મળે નિરાંતની તો રાત છું.

વાદળાનીં છે અદેખાઈ ને જામે માવઠું,
હોઠ સુધી કોળિયો હો ને મળે એ લાત છું.

હોય છે ને આશ, એ તાકી રહેતી આંખમાં,
પણ બજારે દામ આ મોલાત ના હું જ્ઞાત છું.

વારસાઈમાં બળદ બે એક કેવળ કોશ છે,
પણ મહેનતમાં જનાવર જેવડી હું નાત છું.

'નીત' આમાં વાવણીનો જોગ હોવાનોં નથી,
કુદરતનાં આ લખેલા નિયમે હું માત છું.-પુનિત  સરખેડી


ગામનાં  ખેડૂતો રાત્રી સભામાં હાજર રહી બેંક ની વિવિધ યોજનાની માહિતગાર થયાં હતાં.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ નવી પહેલ કરવામા આવી હતી.
વરસાદની સીઝનમાં વાવેતર કરવામાં વ્યસ્ત એવાં ખેડુતો દીવસ દરમિયાન ખેતરમાં હોય છે અને  સાંજ પડ્યે દૂધ ની ડેરીમાં.
અનાજનું ઉત્પાદન કરતાં આ ખેડૂતોને  પાક ધિરાણ, ડેરી લોન, એસેટ બેક લોન , ગોલ્ડ લોન જેવી સવલતો બેંક દ્વારા આપવામાં આવે છે, જેની માહિતી, ફાયદા અને ઉપયોગ માટેની માહિતી  આપવામાં આવી હતી.
સાથે પાક વીમા, પર્સનલ લાઇફ વીમા, હેલ્થ વીમા, યોનો , તેમજ અન્ય યોજનાઓ વિશે યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપી આ રાત્રી શિબિરને ખેડુતો માટે લાભદાયી અને સવલત મળી રહે એ હેતુ થી આયોજન કરવામાં આવ્યું હતું.
ખેડૂતોને મળતાં તમામ  લાભો થી માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
બેંક દ્વારા પાક ધિરાણ રીન્યુ કરવા બાબતે તેમજ સમય સર લેવડ દેવડ કરવાના બેંકના ફાયદા તેમજ સમયસર ચૂકવણી ના કરવાનાં ગેર ફાયદા પણ જાણવી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપી શિબિર ની પૂર્ણાહુતિ કરવામા આવી હતી.
આ રાત્રી સભામાં ગામના લગભગ  ૧૬૦ ખેડૂતોએ હાજારી આપી સભાને સફળ બનાવી હતી.

સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: