Tuesday, 5 July 2022

બાકરોલ વડતાલ માર્ગ પર આવેલ ગુરુકુળમાં વિદ્યાર્થીઓના વાલીઓનો હોબાળો

SHARE
 બાકરોલ વડતાલ માર્ગ પર આવેલ ગુરુકુળમાં વિદ્યાર્થીઓના વાલીઓનો હોબાળો 

આણંદના વડતાલ - બાકરોલ રોડ પર આવેલી ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકો દ્વારા તેમને સ્કૂલ માં પડતી યાચનાઓ અંગે વિદ્યાર્થીઓ દ્વારા  જણાવ્યું હતું કે અમને જમવાનું સારુ મળતું નથી ખરાબ ફૂડ આપવામાં આવે છે જો કોઈ તેનો વિરોધ કરે તો તેમને મારવામાં આવતા હતા આ વાતની જાણ વાલીઓને થતા ગુરુકુળ ખાતે પોહચી તેમના બાળકો સાથે વાતચીત કરી હતી અને સ્કૂલ ના અમૂક શિક્ષકો તેમને મારે છે એની બીજી પણ અનેક ફરિયાદો કરવામાં આવી હતી . આ વાત ને ધ્યાન માં લઇ મોટાભાગના વાલીઓ તેમના બાળકો ને લઇ પોતાના ઘરે લઈ ગયા હતા તે સમય દરમ્યાન સ્કૂલ અને વાલીઓ વચ્ચે મામલો ગરમાયો હતો. 
  આ ઘટના અંગે આણંદ જીલ્લા કોંગ્રેસ - યુથ કોંગ્રેસ ના હોદેદારો ને જાણ થતા  કોંગ્રેસ પક્ષ દ્વારા નૈતિક જવાબદારી સમજી ને ત્યાં વાલીઓ ને મળ્યા ગયા હતા .સાથે વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા અને તેમની સમસ્યા ઓ સાંભળી તેમને શું  તકલીફ પડી છે શું સમસ્યા ઓ છે અને વિદ્યાર્થી ઓ સાથે જે ઘટના બની છે તેની વિગતવાર માહિતી લીધી હતી . ત્યારબાદ સ્કૂલ ના પ્રિન્સીપાલ અને શાળા સંચાલકો સાથે મુલાકાત કરી હતી અને તેમને સમસ્યાઓ અંગે જણાવી હતી અને વિદ્યાર્થી ઓ સાથે જે ઘટના બની છે તેની માહિતી આપી હતી અને આ ઘટના કઈ રીતે બની તેની માહિતી લેવામાં આવી હતી. સ્કૂલ ના સંચાલકો અને પ્રિન્સીપાલ સામે માગણી કરવામાં આવી કે જે ઘટના બની છે તેની માટે સંસ્થા  દ્વારા કમિટી બનાવી જે આ ઘટના માટે જવાબદાર છે તેની સામે યોગ્ય પગલાં લેવામાં આવે અને જો આ લોકો સામે કાર્યવાહી કરવામાં નહિ આવે તો અમે વિદ્યાર્થીના હિત માં જ્યાં પણ જરૂર પડે સરકાર માં રજૂઆત કરવામાં આવશે  અને જ્યા જરૂર પડે ત્યાં યોગ્ય પગલાં લેવામાં આવશે અને સ્કૂલ ના પ્રિન્સીપાલ અને સંચાલક સ્વામીજી દ્વારા બાહિધરી આપવામાં આવી છે કે અમો જવાબદાર વ્યક્તિ સામે દંડાત્મક યોગ્ય પગલાં લઈશું તેવી હૈયા ધારણા આપી હતી

સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: