આણંદ તા-૦૫,નડીયાદ ડિવિઝન ના આણંદ એસ ટી ડેપો પરથી આણંદ પાવાગઢ એસ ટી બસ સવારે 7.00 કલાકે ઉપડતી બસ 8.17 કલાક સુધી ન ઉપડતા વિદ્યાર્થી અને મુસાફરી જનતા ને ઘણી બધી હાલાકી વેઠવી પડી છે ત્યારે કન્ટ્રોલ પોઇન્ટ પર એકજ જવાબ આવતો હતો આવે છે...આવે છે...જ્યારે ડેપો મેનેજર શ્રી ને ફોન કરતા તેઓ રિસીવ પણ કરતા ન હતા ત્યારે એક જાગૃત નાગરિક નો ફોન ઉપાડતા તેઓ આ વાત થી અજાણ હતા તેઓશ્રી ને રજુઆત કરવા છતાંય કોઈ યોગ્ય પગલાં ભરાયા નહિ ને મુસાફર જનતા બસ ની રાહ જોઈ બેસી રહ્યા હતા પણ કોઈ જવાબ મળ્યો નથી તો શું સંબંધિત તંત્ર અઘોર નિંદ્રા માંજ સુઈ રહ્યા છે જ્યારે કન્ટ્રોલ પોઇન્ટ પર મુસાફરી જનતાને જુદા જુદા જવાબો મળ્યા કે વાઈપર વગર છે પછી ડેપો પર આવી જતી રહી ડીઝલ નથી. ..... આવા ના અનેક બહાના બતાવ્યા જ્યારે વાયા સાવલી હોય ત્યાં એન્જીનીયરીંગ કોલેજ આવેલી છે તો વિધાર્થીઓ પણ આજે અટવાયા અને ઘણાં મુસાફરો અન્ય વ્યવસ્થા કરી જતા રહ્યા પણ કેટલાંક મુસાફરો ને હાલોલ જવાનું હોય આણંદ થી વાયા વડોદરા જવું પડે તો નાણાં નો અને સમય નો વ્યય થાય ત્યારે આ એસટી બસ આણંદ - પાવાગઢ વાયા ભાલેજ,ઓડ ચોકડી ,સાવલી ,હાલોલ થઈ પાવાગઠ છેજે સવાર ના સમય માં એકજ બસ છે જેથી આ રૂટ પર આવતા અનેક ગામો ની મુસાફરી જનતા અને વિધાર્થીઓ આ એસ ટી બસ નો મુસાફરી કરવા નો ઉપયોગ કરે છે ત્યારે તા -૦૫/૦૭/૨૦૨૨ ના મંગળવાર ના રોજ 7.00 કલાક ના બદલે 8.30 ની આસપાસ ના સમયે બસ ઉપડી વિચારો સરકારશ્રી ના કેટલા વચનો સાચા પડતા હશે...!!!! જ્યારે છેલ્લા કેટલાંક સમય પહેલા પણ મુસાફરી જનતા એસટી બસો અન્ય કાર્યક્રમો ના કારણે ઘણીબધી હાલાકી વેઠવી પડી હતી જ્યારે આજે આ એસટી બસ પોતાના નિયત સમય કરતાં ઘણી મોડી ઉપડતા મુસાફરી જનતા ને કેટલી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હશે .....?નિર્ધારિત સમયે પોહચવાનું હોય તેઓની હાલત કેવી થઈ હશે...??
જાણવા મળ્યું હતું કે આ એસ ટી રૂટ પર ફિક્સ બસ આપવમાં આવી હતી તે બસ અન્ય રૂટ પર દોડવવા ના કારણે આમ થયું છે તો શું આની સજા મુસાફરી જનતા ને ભોગવવાની સંબંધિત તંત્ર નો અણઘટ વહીવટના કારણે જ ને...???જ્યારે સંબંધિત તંત્ર 52 શક્તિપીઠ માનું એક આ યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજી નું ધામ છે તેને સાંકળતી આ એસટી બસ રૂટ પર જ વહીવટ બેજવાબદાર સાબિત થતા મુસાફરી જનતા માં અસંતોસ ની લાગણી પ્રસરવા પામી હતી
---કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: