ખેડા જિલ્લાના ડાકોર નેચર હેલ્પ ફાઉન્ડેશન પર ફોન કોલ આવ્યો હતો કે સિવિલ કોર્ટ માં સાપ આવી ચડ્યો છે. તો સંસ્થાના સ્વયંસેવક શિવમ જોષી ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા પ્રાથમિક તપાસમાં માલુમ પડયુકે શ્યામશીર નામક સર્પ અંગ્રેજી:Dumeril’s Black-headed Snake, Jerdon’s many tooth Snake મળી આવ્યો. લગભગ ૧૬ ઇંચનો સર્પ અત્યાર સુધીમાં પહેલી વાર મળી આવ્યો છે. આ સાપ બિનજેરી પ્રકારનો છે સામાન્ય રીતે આ સાપ ક્યારેય મનુષ્યને નુકશાન પહોચાડતો નથી. આ બીનઝેરી સર્પ અને ખુબ ઝેરી સર્પ પ્રવાળ સર્પ વચ્ચે ઓળખમાં ગફલત થઇ શકે એમ છે જે જીવલેણ બની શકે છે. આ સર્પની સામાન્ય લંબાઈ ૧૦ ઈંચ જેટલી જોવા મળે છે પણ મહત્તમ ૧૮ ઇંચની લંબાઈમાં નોંધાયો છે.
આ સમગ્ર રેસકયું ઓપરેશન શિવમ જોષી ઘ્વારા કરવામાં આવ્યું હતું. ચોમાસાના સમય માં સામાન્ય ઘટના છે સર્પ ઘરમાં આવી ચડવું આવા સમય માં ગભરાયા વગર સર્પમિત્રોનો સંપર્ક કરી અને સર્પને પકડાવી શકાય. ડાકોર નેચર હેલ્પ ફાઉન્ડેશન હેલ્પ લાઈન નમ્બર : 7567728986 સંપર્ક કરવો
સંકલન-કલ્પેશ પટેલ,નડીયાદ
મો-9879407774
0 comments: