Friday, 1 July 2022

"મધુપ્રમેહ ની અદાલત"- ડોકટર ડે ની ઉજવણીનો નવતર પ્રયોગ

SHARE
"મધુપ્રમેહ ની અદાલત"- ડોકટર ડે ની ઉજવણીનો નવતર પ્રયોગ

ફેડરેશન ઇન્ટરનેશલ લૉ, મેડીસીન, એથીક અને ઇન્નોવેશન અને સેટેલાઈટ મેડિકલ એસોસિયેશન ના  ઉપક્રમે "મધુપ્રમેહ ની અદાલત"નું આયોજન પ્રજામાં ડાયાબિટીસ ની ગંભીરતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે કરવામાં આવ્યુ હતુ.ડૉ. મનિષ અગ્રવાલ અને ડૉ.સુભાષ અગ્રવતે વકીલ અને ડૉ.રાજેશ શાહ દ્વારા ન્યાયમૂર્તિ નો રોલ ભજવી હાજર સૌને જ્ઞાન સાથે ગમ્મત કરાવ વામાં આવી
હાલમાં ભારત વિશ્વ નો દ્વિતીય વિશાળ ડાયા બીટીસ પીડિત જનસંખ્યા ધરાવતો દેશ છે અને 8કરોડ જેટલી વસ્તી ડાયાબિટીસ થી પીડાય છે જે પૈકી અંદાજે એક લાખ જેટલા લોકો પ્રતિવર્ષ ડાયાબિટીસ ના કારણે પ્રતિવર્ષ મૃત્યુ પામે છે તેથી ન્યાયાધીશ તરીકે હુકમ કરતા ડૉ.રાજેશ શાહે જણાવેલ કે પ્રતિવર્ષ એક લાખ ખૂન કરનાર ડાયાબિટીસ ને ભારત દેશમાંથી તડીપાર કરવા સુવ્યવસ્થિત જીવનશૈલી,સમતોલ આહાર અને નિયમિત વ્યાયામ તમામ નાગરિકોને હુકમ કર્યો .ડૉ.મનીષ અગ્રવાલે કેમ્પમાં હાજર સૌને ફ્રી નિદાન,લેબ.તપાસ અને સારવારની સુવિધા આપવાનું એલાન કર્યું હતું.
સંકલન-કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: