Saturday, 2 July 2022

ઇન્ડિયન ઓઇલ દ્વારા દિવ્યાંગો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ અને 'જિજ્ઞાસા ' ક્વિઝ નું આયોજન

SHARE
ઇન્ડિયન ઓઇલ દ્વારા દિવ્યાંગો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ અને  'જિજ્ઞાસા ' ક્વિઝ નું આયોજન 

આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ડિયન ઓઇલ કોર્પરેશન હર હંમેશ સાંસ્કૃતિક અને સામાજિક ઉત્થાન ના કર્યા માટે અગ્રેસર છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે  તારીખ ૨ જુલાઈ ૨૦૨૨ નાં રોજ  ઇન્ડિયન ઓઇલ દ્વારા  દીવ્યાંગો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ અને જિજ્ઞાસા ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું હતું.   આ પ્રોગ્રામ નાં મુખ્ય અતિથિ તરીકે  મિ. ભૂષણ પૂનાની કે જેઓ  એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર  અને ઇન્ડિયન ઓઈલમાં    માર્કેટિંગ વિભાગના ગુજરાતમાં  હેડ તરીકે ફરજ બજાવે  છે તેઓ હાજર રહ્યા હતા  . તેઓએ પ્રતિભાશાળી દિવ્યાંગ વિધાર્થીઓની કળાને બિરદાવી હતી અને ઉજ્વલ્લ ભવિષ્ય માટે શુભ કામના પાઠવી હતી. આ પ્રોગ્રામમાં દિવ્યંગો દ્વારા અદભૂત તેમનામાં રહેલી સાંસ્કૃતિક કળાને રજૂ કરી હતી અને તેઓની સાંસ્કૃતિક કળાને જોઈને સૌ શ્રોતાઓ ભાવવિભોર થયા ગયા હતા. આ ઉપરાંત ઇન્ડિયન ઓઇલ ના  સહયોગથી તમામ દિવ્યાંગ વિધાર્થીઓને   પેન ડ્રાઈવ અને વોટર - બોટલ (દરરોજ ઉપયોગ માટે) આપવામાં આવી હતી. અંતમાં સૌ વિધાર્થીઓના ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામના પાઠવવામાં આવી હતી અને આવનારા સમયમાં સંકૃતિક અને સામાજિક કાર્ય થકી સામાજિક ઉત્થાન માટે સાથે મળી કાર્ય કરવા માટે આશા દર્શાવી હતી.

સંકલન-કલ્પેશ પટેલ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: