Monday, 13 June 2022

જાગૃતિ મહિલા સમાજ આણંદ દ્વારા 'વેસ્ટ માંથી બેસ્ટ ' હરીફાઈ યોજાઈ

SHARE
જાગૃતિ મહિલા સમાજ આણંદ દ્વારા 'વેસ્ટ માંથી બેસ્ટ ' હરીફાઈ યોજાઈ 
જજ તરીકે માનદ સેવા માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન આણંદ જીલ્લા મીડિયા કોઓર્ડીનેટર  નિમિષાબેન જાની અને  નિશાબેન શેઠ એ સુંદર ભૂમિકા ભજવી


જાગૃતિ મહિલા સમાજ, જાગૃતિ મહિલા સમાજ, આણંદ દ્વારા 'વેસ્ટ માંથી બેસ્ટ ' હરીફાઈ યોજાઈ આણંદ દ્વારા 'વેસ્ટ માંથી બેસ્ટ ' હરીફાઈ યોજાઈ 
જાગૃતિ મહિલા સમાજ આણંદ ના ઉપક્રમે આદ્યસ્થાપક કુસુમબેન એડનવાલા ની પ્રેરણાથી અને પ્રમુખ ભારતીબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ તા-૧૩-૬૨૨ ને સોમવાર ના રોજ કમલા પાર્કમાં 'વેસ્ટ માંથી બેસ્ટ' વસ્તુઓ બનાવવા ની હરીફાઈ યોજાઈ. આ હરીફાઈમાં જજ તરીકે માનદ સેવા માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન આણંદ જીલ્લા મીડિયા કોઓર્ડીનેટર અને નમસ્કાર ગુજરાત દૈનિકના કરમસદ બ્યુરો ચીફ નિમિષાબેન જાની અને  નિશાબેન શેઠ એ નિષ્પક્ષ ,તટસ્થ ભૂમિકા  આપી.ઈલાબેન દવે એ આ હરીફાઈ માં વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.ઈન્દુબેન વાઘેલા એ લાલકૃષ્ણજી ના વિવિધ વાઘા ને શણગાર અંગે ડેમોન્સ્ટ્રેશન આપ્યુ હતુ.
આ હરીફાઈ માં વિજેતા
પ્રથમ- કલ્પનાબેન સુથાર 
બીજા- મનીષાબેન સુમરીયા 
ત્રીજા- મીતાબેન મિસ્ત્રી 
ચોથા- રીનાબેન શેઠ 
આશ્ર્વાસન- હંસાબેન પરમાર 
જન્મદિન શુભેચ્છાઓ નું સુંદર સંચાલન શ્રીમતિ હંસાબેન ધુવે કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન ઉપપ્રમુખ સરોજબેન શાહ ને મંત્રી સ્મિતાબેન પંડયાએ કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવામાં કારોબારી ની બહેનોએ સાથ સહકાર આપ્યો હતો.

તસ્વીર-પાર્થ શાહ સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: