આણંદના "શાન એ વી ફોર્ચ્યુન મોલ"ખાતે "ચરોતર ટેલેન્ટ શો" યોજાયો
સુખસાગર મેરેજ બ્યુરો અને સુખસાગર ઇવેન્ટ ની ઓફીસ નો શુભારંભ
આ પ્રસંગે ઉદ્દઘાટક શિક્ષણ ,રાજકીય આગેવાન અને એડવોકેટ બીપીનચંદ્ર પટેલ (વકીલ) , દિવ્ય સમાચાર ના મેનેજીંગ તંત્રી દશરથ પ્રજાપતિ અને માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન ગુજરાત પ્રદેશના મીડિયા કો ઓર્ડીનેટર અને ન્યુઝ ઓનલાઇન ગ્રુપ ના તંત્રી કલ્પેશ પટેલ ને સુખસાગર મેરેજ બ્યુરો અને ઇવેન્ટ કંપની ના માલીક શશી પારેખે ઉપસ્થિત મહેમાનો નું સ્વાગત કર્યું હતું
આણંદના "શાન એ વી ફોર્ચ્યુન મોલ"ખાતે "ચરોતર ટેલેન્ટ શો" નું આયોજન "દિવ્ય સમાચાર"અને સુખ સાગર ઈવેન્ટ્સ દ્વારા "ચરોતર ટેલેન્ટ શો"નું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત ટેલેન્ટ શો માં નાના ભૂલકાઓ સહિત કિશોરો અને યુવક યુવતીઓએ ડાન્સ,મોડલિંગ,સિંગિંગ દ્વારા પોતાની પ્રતિભા નું પ્રદર્શન કર્યું હતું.આ પ્રસંગે ટેલેન્ટ શો માં ડાન્સ ના નિર્ણાયક તરીકે રોક ટીમ નડિયાદના ડાન્સ કોરિયોગ્રાફર અનિલભાઈ,ડાન્સ કોરિયોગ્રાફર,સુની પરમાર મોડેલીંગ માટે સચિન મૃગેશ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મુખ્ય મહેમાન તરીકે "શાન એ વી ફોર્ચ્યુન મોલ એન્ડ મલ્ટી પ્લેક્સ" ના માલિક અને "દિવ્ય સમાચાર"અખબાર ના મેનેજીંગ તંત્રી દશરથભાઈ પ્રજાપતિ,ગીતાબેન પ્રજાપતિ,ભાવિક પઢિયાર,ગોહેલ આકાશ,રાજ શાહ,નગિન પરમાર,માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન ગુજરાત પ્રદેશના મીડિયા કો ઓર્ડીનેટર અને ન્યુઝ ઓનલાઇન ગ્રુપ ના તંત્રી કલ્પેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે સમગ્ર ટેલેન્ટ શો નું સંચાલન એક્ટર,સિંગર શશી પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.ટેલેન્ટ શો ના અંતે વિજેતા ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
તસ્વીર-પાર્થ શાહ,રાજુ ગોહિલ,આણંદ
કલ્પેશ પટેલ-મો-9879407774
0 comments: