Thursday, 16 June 2022

વામનબંધુ ફાઉન્ડેશન દ્વારા MMBVS આણંદ જીલા મંત્રી કમલાબેન ભાદાણી અને MMBVS ના સભ્ય મનીષાબેન શાહ સામાજીક કાર્યકરોનું સન્માન કરાયુ

SHARE
વામનબંધુ ફાઉન્ડેશન દ્વારા  MMBVS આણંદ જીલા મંત્રી કમલાબેન ભાદાણી અને  MMBVS ના સભ્ય મનીષાબેન શાહ સામાજીક કાર્યકરોનું સન્માન કરાયુ
વામનબંધુ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં ટાઉનહોલ આણંદ ખાતે યોજાયેલ શિવ સાગર મ્યુઝીકલ નાઈટના કાર્યક્રમમાં ચરોતર બંધુ દ્વારા પ્રકાશિત “હું છું પ્રેરણાસ્ત્રોત સામાજીક કાર્યકર” અંકનુ વિમોચન બ્ર.કુ. પૂ. ગીતાબેન અને આણંદ રેન્જના ઈન્કમટેક્ષ કમીશ્નર  ચક્રવર્તી તેમજ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યુ
હતું.
આ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ‘સર્ચલાઈટ’ આણંદના સંચાલિકા બ્ર.કુ. પૂ. ગીતાબેન, વામનબંધુ ફાઉન્ડેશનના પ્રમુખ  દલસુખભાઈ પ્રજાપતિ, ટ્રસ્ટી  દિપકભાઈ શાહ, સલાહકાર સભ્ય  શાંતિકાકા, વિગેરેના હસ્તે પ્રજાની પડખે રહી સામાજીક કાર્યો કરતા 20 જેટલા સજ્જનોનું શિલ્ડ અને ફૂલ કલગીથી સન્માન કરવામા આવ્યુ હતું.
 માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન આણંદ જીલા ના મંત્રી કમળાબેન ભાદાણી એ 300 જેટલા દિકરા -દીકરીઓને લગ્ન ગ્રંથિથી જોડનાર જેઓએ સેવાઓ બજાવી રહ્યા છે, , માનવાધિકાર એવમ મહિલા બાળ સંગઠનના અગ્રણી મનિષાબેન શાહ નું વિશેષ સન્માન કરાયું હતું
વામનબંધુ ફાઉન્ડેશનના સલાહકાર સભ્ય શાંતિકાકા, શંકરલાલ એચ. મંડોરા,  હંસાબેન એ. ધ્રુવ,  કામિનીબેન દિલીપભાઈ પટેલ,  કૃષ્ણકાંત જી. શાહ (પ્રમુખ ઃ સિ.સિ.ફોરમ, આણંદ),  રાવજીભાઈ ભોઈએ સામાજીક કાર્યકરોના સન્માનમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે વામનબંધુ ફાઉન્ડેશનના ટ્રસ્ટી  દિપકભાઈ કે. શાહની સિનિયર સિટીઝન્સ ફોરમ, આણંદમાં ઉપપ્રમુખ તરીકે થયેલ વરણી તેમજ  કૃષ્ણકાંતભાઈ જી. શાહની સિ.સિ.ફોરમ, આણંદમાં પ્રમુખ તરીકે થયેલી વરણીને બિરદાવી સંસ્થા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રસંસકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શિવસાગર મ્યુઝીકલ પાર્ટીના કલાકાર શલ અનિલભાઈ ઈનામદાર (વોઈસ ઓફ મુકેશ),  અશ્વિન રાઉલજી (વોઈસ ઓફ રફી), એન્કર અનિલ પાઠક વિગેરેએ સતત 3 કલાક સુધી ફિલ્મી ગીતોની રમઝટ બોલાવી હતી.

તસ્વીર-પાર્થ શાહ,રાજુ ગોહિલ ,આણંદ
સંકલન-કલ્પેશ પટેલ. મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: