Monday, 27 June 2022

માતર સત્‍યાવીસ વાળંદ સમાજ દ્ધારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

SHARE
માતર સત્‍યાવીસ વાળંદ સમાજ દ્ધારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

 

માતર સત્‍યાવીસ વાળંદ સમાજ દ્ધારા તા.૨૬ જુન, ૨૦૨૨ને રવિવારના રોજ રામાપીર મંદિર, રધવાણજ ચોકડી મુકામે માતર સત્‍યાવીસ વાળંદ સમાજના ઇન્‍ચાર્જ પ્રમુખ અશ્વિનભાઇ શર્માની અધ્‍યક્ષતામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ તેમજ ગ્રેજ્યુએટ અને પોસ્‍ટ ગ્રેજ્યુએટમાં સારા માર્કથી ઉત્તીણ થયેલ વિધાર્થીઓને વધુ પ્રોત્‍સાહિત કરવાના હેતુથી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

સમાજના ઇન્‍ચાર્જ પ્રમુખ અશ્વિનભાઇ શર્માએ ઉપસ્‍થિત બાળકોને માર્ગદર્શન આપતા જણાવ્‍યું હતું કે, શિક્ષિત વ્‍યક્તિ જ શિક્ષિત સમાજની રચના કરી શકે છે. તેઓએ જણાવ્‍યું હતું કે, બાળપણમાં અભ્‍યાસ કરવા માટે નોટબુક, ચોપડીઓને કારણે પડેલી કેટલીક મુશ્‍કેલીઓ ઉપસ્‍થિત બાળકોને જણાવી વર્તમાન સમયની વાત કરતા તેઓશ્રીએ જણાવ્‍યું હતું કે, આજે દરેક માતા-પિતા પોતાના બાળકના અભ્‍યાસની દરેક જરૂરીયાતો પુરી પાડે છે અને બાળક પોતે અભ્‍યાસમાં સારા પરિણામો મેળવે છે અને જે તે સમાજ આવા ઇનામ વિતરણ કાર્યક્રમ કરી સારા માર્કે પાસ થનાર દરેક બાળકને ઇનામ રૂપી પ્રોત્‍સાહન આપે છે. આજે ધોરણ ૧૦ અને ૧૨ તેમજ ગ્રેજ્યુએટ અને પોસ્‍ટ ગ્રેજ્યુએટ બાળકોને તેમના અભ્‍યાસને ધ્‍યાને રાખી તેઓને અભ્‍યાસમાં ઉપયોગી થાય તેવી કીટ આપવાનું આયોજન કરાયું છે અને ધોરણ ૧ થી ૯ સુધીના બાળકોને સમાજ દ્ધારા નોટો અને ચોપડાનું વિતરણ કરવામાં આવનાર છે.  
આ પ્રસંગે આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત યોજાયેલ ખેલ મહાકુંભમાં કરાટેમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્‍ત કરનાર રધવાણજના તીલક શર્માનું આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહાનુભાવો દ્ધારા ટ્રોફી આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
ઇનામ વિતરણ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, બાળકના માતા-પિતા અને સમગ્ર કાર્યક્રમને સુચારૂ આયોજન કરનાર માતર સત્‍યાવીસ વાળંદ સમાજના સૌ કારોબારી સભ્‍યશ્રીઓ ઉપસ્‍થિત રહયા હતા.
-સંકલન-કલ્પેશ પટેલ,નડીયાદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: