ખેડા જિલ્લાના મહુધા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગની સાથે ફ્લેગ માર્ચ કરી સંવેદનશીલ વિસ્તાર ની મુલાકાત લીધી
ખેડા પોલીસ અધિક્ષક રાજેશભાઈ ગઢીયાના અધ્યક્ષ સ્થાને રથયાત્રા ના સંદર્ભે શાંતિ સમિતિ ની મીટીંગ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આમ આગામી તા 1 જુલાઈ ભગવાન જગન્નાથજી રથયાત્રા અને આગમી સમય મુસ્લિમ સમુદાય નો ઇદ તહેવાર અનુસંધાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશભાઈ ગઢીયા ,નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ વી એન સોલંકી,મહુધા પી આઈ કે એસ દવે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહુધા ભાજપ સંગઠન પમુખ નિલેશભાઈ પટેલ મહુધા નગરપાલિકા પુવે પમુખ મહેશભાઈ પટેલ અને તાલુકાના શહેરના હિન્દૂ મુસ્લિમ અગ્રણીઓ આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ખેડા પોલીસ અધિક્ષક રથયાત્રાના અનુસંધાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
તેમજ મહુધા પો સ્ટે ખાતે પોલીસ અધિક્ષકશ્રી ખેડા નડિયાદ ની અધ્યક્ષતા માં તેમજ ના. પો. અધિ. શ્રી કપડવંજ નાઓની હાજરી માં આગામી તારીખ ૧/૭/૨૦૨૨ ના રોજ યોજાનાર રથયાત્રા તેમજ તારીખ ૧૦/૭/૨૨ ના રોજ યોજાનાર બકરી ઈદ તહેવાર નિમિતે શાંતિ સમિતિ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યા માં હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો હાજર રહેલ. પો. અધિ. શ્રી નાઓએ હાજર આગેવાનો ને આ બન્ને તહેવાર ધાર્મિક એખલાસ, શાંતિપૂર્ણ અને ભાઈચારા વાળા વાતાવરણ માં ઉજવાય તે અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવા માં આવ્યું,
--કલ્પેશ પટેલ,નડીયાદ
મો-9879407774
0 comments: