Saturday, 7 May 2022

સ્પેક કેમ્પસમાં "સપ્તરંગી સ્પેક :2022" ની થીમ પર વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

SHARE
સ્પેક કેમ્પસમાં "સપ્તરંગી સ્પેક :2022" ની થીમ પર વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ બાકરોલમાં  સાંસ્કૃતિક વિભાગ દ્વારા "સપ્તરંગી સ્પેક 2022" ની થીમ પર વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી .  આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ . નવીન શેઠ કે જેઓ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સીટી એટલેકે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટીમાં કુલપતિ તરીકે ફરજ બજાવે છે . આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ડો. નિરંજન પટેલ કે જેઓ સરદાર પટેલ યુનિવર્સીટીમાં કાર્યકારી કુલપતિ તરીકે ફરજ બજાવે છે . ઉપરોક્ત  મહાનુભાઓએ પ્રસંગોપાત ઉદબોધન કર્યું હતું અને સૌને ઉત્સાહ પૂરો પાડયો  હતો . વાર્ષિકોત્સવમાં વિવિધ સંસ્થાના આચાર્યશ્રીઓ દ્વારા વર્ષ દરમ્યાન થયેલ વાર્ષિક પ્રવૃતિઓનો અહેવાલ આપ્યો હતો અને  વર્ષ દરમ્યાન શૈક્ષણિક તેમજ ઈતર પ્રવૃતિઓમાં વિશિષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. વધુમાં વિધાર્થીઓમાં રહેલી ટેલેન્ટને બહાર લાવવા માટે  સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વાર્ષિક ઉત્સવ ઉજવવાનો મુખ્ય હેતુ સૌ વિધાર્થીઓ ભારતીય સંસ્કૃતિને સમજે અને શિક્ષણની સાથે સાથે અન્ય સાંસ્કૃતિક પ્રવૃતિઓ થકી તેમના રહેલી કાબેલિયત ને બહાર લાવી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો . આ કાર્યક્રમમાં   કારોબારી સભ્યો, વિવિધ  સંસ્થાઓના  આચાર્યશ્રીઓ,આમંત્રિત મહેમાનો ,  સ્ટાફમિત્રો તથા મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ ભગિની સંસ્થાઓના સાંસ્કૃતિક સંયોજકોએ તેમજ કેમ્પસ સાંસ્કૃતિક સંયોજક પ્રો . મેહુલ મિસ્ત્રીએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમ ની સફળતા માટે સંસ્થાના ચેરમેન  ગિરીશ પટેલ, સેક્રેટરી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જેમિન પટેલ,ધર્મેશ પટેલ, વિકાસ પટેલ,બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ તેમજ વિવિધ કોલેજોના ડાયરેકટરશ્રીઓ અને આચાયૅશ્રીઓ દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

--કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: