Thursday, 7 April 2022

અમેરીકાના કેલિફોર્નિયામાં ' ગીતો ગરવી ગુજરાતના ' ડાયરામાં ડૉલરનો વરસાદ

SHARE
અમેરીકાના કેલિફોર્નિયામાં ' ગીતો ગરવી ગુજરાતના ' ડાયરામાં ડૉલરનો વરસાદ...


અમેરીકાના કેલિફોર્નિયામાં ' ગીતો ગરવી ગુજરાતના ' ડાયરામાં ડૉલરનો વરસાદ...
ટીસા એન્ટરટેઈનમેન્ટ ઈન્ક.લોસ એન્જલસના સહયોગથી '' ગીતો ગરવી ગુજરાતના " ટાઈટલ થી ડાયરો યોજાઈ ગયો. ગુજરાતના નામી કલાકારો શ્રી ગીતાબેન રબારી, શ્રી માયાભાઈ આહીર, સની જાધવ તથા સાજીંદા વૃંદે ભરચક હૉલને માદરે વતનમાં લઈ ગયાં. સંપૂર્ણ આનંદ ઉત્સાહ સાથે પ્રારંભીક પ્રાર્થના શ્રી સની જાધવએ કરીને સભ્યોમાં સંગીતનું વાતાવરણ જમાવી દીધું.
     પ્રારંભમાં શ્રીમતિ વર્ષા બાબુભાઈ પટેલે સૌને આવકાર આપ્યો. ડૉ.ભરત પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.
     શ્રી માયાભાઈ આહીરે કાર્યક્રમની શરૂઆતમાં તેમના બુંલંદ અવાજે ગીત ગાઈને સૌને મુગ્ધ કર્યા. ત્યાર બાદ સૌને લોકબોલી દ્વારા હાસ્યના સાગરમાં ડુબાડયા. સાથે સાથે લોકડાયરાનું મહત્વ, ગુજરાતની પરંપરા,અસ્મિતા,જીવનની વાસ્તવિકતાનો સુંદર ચીતાર આપ્યો.
     કચ્છની કોયલ, અંજારની દીકરી એવા ગીતાબેન રબારીનો પ્રવેશ માયાભાઈ એ એમની આગવી શૈલીથી કરાવ્યો. ગીતાબેને સૌને વંદન કરી ધન્યવાદ પાઠવી પ્રાર્થના દ્વારા તેમની શરૂઆત કરી એક એક્થી સુંદર એવાં લોકગીતો,ભજનો,પ્રાર્થના,દુહા ની રમઝટ જમાવી. તેમને શ્રી જાધવનો સુંદર સહયોગ મળ્યો. સમગ્ર કાર્યક્રમમાં સાંજીંદાઓ એ તેમની કલાનો સુંદર અનુંભવ કરાવ્યો.
  આ કાર્યક્રમમાં મુખ્યત્વે :- રંગાઈ. જાને રંગમાં, અચ્યુતમ કેશવમ, કનૈયા જા...જા...જા..., હાલોને આપણા મલકમાં , મન મોર બની થનગાણાટ કરે , લીલી લીમડી રે, ધૂણીરે ધખાવી, કોણ હલાવે લીમડી ને...,ચારણ કન્યા, છેલ છબીલો ગુજરાતી, જનની ની જોડ સખી, નંદલાલાને માતા યશોદાજી સાંભળે જેવા અવિસ્મણીય ગીતોએ સમગ્ર ગુજરાતી શ્રોતાઓને આનંદવિભોળ બનાવ્યા. સ્ટેજ પર ઘણા શ્રોતાઓએ નોટોનો વરસાદ વરસાવીને આનંદ માણ્યો.  કાર્યક્રમના અંતે કલાકારોનું સન્માન ફૂલના બુકે દ્વારા આયોજકોઅના હસ્તે કરવામાં આવ્યું તેમાં શ્રી ગીતાબેન રબારીનું સન્માન ફૂલના બુકે દ્વારા શ્રીમાન ભરતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. અને શ્રી માયાભાઈ આહીરને ફૂલ બુકે લોસ એન્જલસના આહિર સમાજના અગ્રગણ્ય શ્રી કાન્તિભાઈ આહિર દ્વારા અર્પણ કરવામાં આવ્યું... આવા સુંદર કાર્યક્રમના આયોજન બદલ આયોજકોને અભિનંદન
  માહિતી :- હર્ષદરાય શાહ અને તસ્વિર :- કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા. 

સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: