આણંદ તાલુકાના નાવલી ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા દ્વારા દ્વારા આયોજિત "સુપોષણ અભિયાન" નો કાર્યક્રમ યોજાયો
આણંદ તાલુકાના નાવલી ગામ સ્થિત *પી.એચ.સી* ખાતે આજે "સુપોષણ અભિયાન" હેઠળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કુપોષણની "રેડ ઝોન" શ્રેણીમાં આવતા અતિ કુપોષિત બાળકો ની માહીતી એકત્રિત કરી,તે બાળકોનો સંપર્ક સાધી તેમના વાલીઓ સાથે નાવલી સ્ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એકત્રિત કરવામાં આવ્યા હતા.ત્યાં ભાજપ ચિકિત્સા સેલના ર્ડો પ્રવિણકુમાર તથા ર્ડો એકતા પટેલ(બાળ રોગ નિષ્ણાત)દ્વારા તે બાળકોની આરોગ્ય તપાસ કરી તેનું નિદાન કરવામાં આવ્યું હતું.સાથે તેમના માતા પિતાને કુપોષણ સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી નીરવભાઈ અમીન,ગામના સરપંચશ્રી સંતોષ પટેલ,જિલ્લા સદસ્ય ભરતભાઈ સોલંકી,તાલુકા કારોબારી ચેરમેન સુરેશભાઈ ઠાકોર,જિલ્લા યુવા મંત્રી તરંગ પટેલ,તાલુકા યુવા મહામંત્રી આકાશ પટેલ,તાલુકા કિસાન મોરચાના રવિ પટેલ,સહીત આણંદ તાલુકા સંગઠનના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તથા પોષણ યુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની રૂપરેખા બાબતે માહિતી આપતા જિલ્લા મહામંત્રી નીરવભાઈ અમીન એ જણાવ્યું કે, ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા સ્વસ્થ બાળ... સ્વસ્થ સમાજના લક્ષ સાથે કુપોષણ મુક્ત ગુજરાત બને તે માટે "સુપોષણ અભિયાન" હાથ ધરવામાં આવ્યું છે.આજે કુપોષિત બાળકોની તબીબી તપાસ કરી તેઓને પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે,ગુજરાત સુપોષિત બને,નિરામય બને,દેશનીઆગામી પેઢી સ્વસ્થ અને સશક્ત થાય તે માટે કુપોષણ શબ્દને શબ્દકોશ માંથી કાયમી જાકારો આપવાનો છે,તે માટે સૌ સમાજના લોકો પોતાની જવાબદારી સમજી કુપોષિત બાળકોને ચોક્કસ સમયગાળા માટે દત્તક લઈ તેમને સુપોષણ તરફ લઇ જવાના ના પ્રયાસ કરે.ભાજપના અનેક આગેવાનો,ચૂંટાયેલ સભ્યો તથા કાર્યકર્તાઓ દ્વારા આ પહેલને સ્વીકારી તે દિશામાં કામગીરી હાથ ધરેલ છે ત્યારે સ્વસ્થ સુપોષિત સમાજની રચના માટે સૌ સાથે મળી ને કામ કરે તેવી આશા નીરવભાઈ અમીન દ્વારા વ્યક્ત કરવામાં આવેલ હતી.
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: