માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન દવારા ભાવનગર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત રાજ્ય કોર કમિટી મીટીંગ યોજાઈ
માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન ની બેઠક રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી
આમંત્રિત મહેમાન તરીકે મહારાષ્ટ્ર રાજ્ય ના અધ્યક્ષ અર્જુન પટેલ ની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
આણંદ થી ન્યુઝઓનલાઈન ગ્રુપના તંત્રી અને MMBVS ના ગુજરાત પ્રદેશ મીડિયા કોઓરડીનેટર ડો.કલ્પેશ પટેલ પણ આ મીટીંગ માં હાજર રહ્યા હતા
ગુજરાતના નવસારી,રાજકોટ,સુરેન્દ્રનગર ,કચ્છ,અમદાવાદ, ભાવનગર ,આણંદ ,વડોદરા જેવા ૧૭ જિલ્લામાં થી માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંઘટન ની ટીમ ઉપસ્થિત રહી હતી
--ન્યૂઝ ઓનલાઈન ગ્રુપના તંત્રી અને MMBVS ના ગુજરાત પ્રદેશ મીડિયા કોઓરડીનેટર કલ્પેશ પટેલ નું સન્માન આમંત્રિત મહેમાન મહારાષ્ટ્ર રાજ્ય ના અધ્યક્ષ અર્જુન પટેલ ના હસ્તે સન્માન કરવા આવ્યું હતું
MMBVS ના ગુજરાત પ્રદેશ સચિવ ભુપત સાટિયા એ રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ નિલેશ જોશી અને આમંત્રિત મહેમાન મહારાષ્ટ્ર ના અધ્યક્ષ અર્જુન પટેલ નું વિશેષ સન્માન કર્યું હતું
MMBVS ના ગુજરાત પ્રદેશ ના હોદ્દેદાર મુન્ના વરતેજી અને જેકીન ક્રિશયન બન્ને ના પિતાશ્રી નું ઓનું દુઃખદ અવસાન પામેલ હોઈ જેઓના માનમાં ઉપસ્થિત તમામ હોદેદારો ઓએ પોતાના સ્થાન પર ઉભા રહી બે મિનિટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિ હતી
નમસ્કાર ગુજરાત :તા-૦૩,માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન દ્વારા આજરોજ તારીખ 3/ 4/ 2022ને રવિવાર ના રોજ MMBVS ભાવનગર ટીમ દ્વારા ભાવનગર સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી નિલેશભાઈ જોશી ના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય કોર કમિટી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહારાષ્ટ્ર થી આમંત્રિત મહેમાન તરીકે મહારાષ્ટ્ર રાજ્યના અધ્યક્ષ શ્રી અર્જુન પટેલ ઉપસ્થિત રહ્યા હતા ,તથા તમામ જિલ્લા માંથી કોર કમિટીના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતાં , આજના દિવસે ખાસ મહિલા બાળ વિકાસ ને લગતા મુદ્દા તેમજ સંગઠન મુખ્ય એજન્ડા પર ચર્ચા થઈ તેમજ સંગઠન કેવી રીતે મજબુત કરવું તે અંગે ચર્ચા-વિચારણા કરી હતી અને તમામ કોર કમિટી સભ્યોના સુચન પણ લેવામાં આવ્યા અને મીટીંગ ખુબ સફળ રહી,
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: