!!તથ્ય!! ફાઉન્ડેશન આશ્રમ ખાતે સંકલ્પસિદ્ધ હનુમાનદાદાનો દિવ્ય અને ભવ્ય જન્મોત્સવ ઉજવાયો
૧૦૦૮ હનુમાન ચાલીસા તેમજ ૧૦૦૦ દિવ્ય પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું.
!!તથ્ય!! ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અવિરત, સતત, નિરંતર સેવાયજ્ઞ કાર્ય થઈ રહ્યા છે, જેમા વિદ્યાદાન, વસ્ત્રદાન તેમજ અન્નદાન દરમહિને કરવામાં આવે છે. આ ઉપરાંત સમાજીક સેવા,પ્રાકૃતિકસેવા, રાષ્ટ્રસેવા તથા આધ્યાત્મિક સેવા દ્વારા જનમાનસમા સેવાભાવ જાગે, રાષ્ટ્ર પ્રત્યે, સમાજ પ્રત્યે, ભારતીય પરંપરા પ્રત્યે, આપણી ધાર્મિક ભાવના જાગૃત થાય તેવા કાર્યનું હમેશાં આયોજન થતું રહે છે.
આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ, તથ્ય ના ફાઉન્ડર પ્રમુખ ભરતદાન ગઢવી અને શિતલબેન પટેલ તેમજ અન્ય મહાનુભાવો દ્વારા ૧૦૦૮ હનુમાન ચાલીસા ૧૦૦૦ દિવ્ય પ્રસાદમ અનાવરણ વિતરણ કરવામાં આવ્યું.
ચૈત્ર સુદ પૂનમ, શનીવાર અને હનુમાન જયંતીના પરમ પાવન દિવસે ૨૧ યજમાનો દ્વારા મારુતીયજ્ઞમા અતિથી વિશેષ તરીકે આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, આણંદ જીલ્લા પૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ, આણંદ જીલ્લા મહિલા પ્રમુખ નિતાબેન પટેલ, રાજેશભાઈ પટેલ ધર્મજ, કમલભાઈ પટેલ, શૈલેષભાઈ શાહ (નિર્માતા ,પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ), કલ્પેશ પટેલ(તંત્રી-ન્યૂઝ ઓનલાઈન ગ્રુપ), રમેશભાઈ પ્રજાપતિ, લખન ભરવાડ, લોકસાહિત્યકાર નરેશદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોક્ત મહાનુભાવોના વરદ હસ્તે સુદરકાંડનુ અનાવરણ તેમજ ૧૦૦૮ હનુમાન ચાલીસા વિતરણ કરવામાં આવ્યું હતું.
પરમ પાવન મારૂતિજ્ઞમા !!તથ્ય યોગ સેવા સંગઠનના સભ્યો તથા આણંદ, વિદ્યાનગર, કરમસદ તેમજ સમગ્ર ચરોતરની ધર્મેપ્રેમી જનતાએ લાભ લીધો હતો જેમા જીલ્લાની અનેક સેવાકિય સંસ્થાના સેવાકર્મી જેમા ભારતીબેન પટેલ, મનિષાબેન સોલંકી, ગીતાબેન શુકલ, અલ્પાબેન ત્રિવેદી, વિક્રમભાઈ જોગરાણા, મહેન્દ્રભાઈ સેવકે મહાયજ્ઞનો લાભ લીધો હતો.
આ સાથે સ્વસ્થ ભારત, મસ્ત ભારતના સ્વપ્નદ્રષ્ટા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારને જનજન સુધી પહોચાડવાના ધ્યેય સાથે કેંગન વોટરની તથ્ય હેલ્ધી ઇન્ડિયા ની ટીમ શૈલેષભાઈ, જયેશભાઈ, હરકિશનભાઈ, ચંદ્રેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
!!તથ્ય!! ફાઉન્ડેશન ફાઉન્ડર ચેરમેન શિતલબેન પટેલ તેમજ પ્રમુખ ભરતદાન ગઢવીએ આવેલા તમામ મહેમાનોનું સ્વાગત કર્યું અને આ પ્રસંગને સફળ બનાવવા માટે દરેકનો હ્રદયથી આભાર માન્યો હતો.
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: