ચાલ ને જિંદગી ના લેખિકા પારુલ અમિત ' પંખુડી' સાથે GIFA -2021 એવોર્ડ ફંક્શનમાં નમસ્કાર ગુજરાત સાહિત્ય સર્જન ગ્રુપના એડમીન ડો.કલ્પેશ પટેલ ને પોતાનું પુસ્તક અર્પણ કર્યું
ચાલ ને જિંદગી ના લેખિકા પારુલ અમિત ' પંખુડી' ગઇકાલે તા.૨૦ માર્ચના રોજ GIFA 2021 એવોર્ડ ફંકસનમાં સ્પોટ થતાં ન્યૂઝ ઓનલાઈન તંત્રીઅને નમસ્કાર ગુજરાતના મેનેજીંગ તંત્રી ની સાથે નમસ્કાર ગુજરાત સાહિત્ય સર્જન ગ્રુપના એડમીન ડો. કલ્પેશ પટેલે એમનાં મોટીવેશનલ પુસ્તક ' ચાલને! જિંદગી ' વિશે ચર્ચા કરી અને પુસ્તક ભેટ રૂપે આપ્યું.
”સફળ જીવન જીવવા માટે સારા પુસ્તકોના સંગ કરવા પડે. સારા પુસ્તકોનું વાંચન આપણા જીવનને ઉત્તમ બનાવે છે.
આવું જ એક મોટીવેશનલ પુસ્તક ' ચાલ ને જિંદગી' છે.
પુસ્તકોની દોસ્તી આપણાં ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે.
આપણે અભ્યાસક્રમ માટે નિયત થયેલા પુસ્તકો વાંચીએ છીએ તેનાથી આપણા જ્ઞાનમાં વધારો થાય છે.
*ચાલને ! જિંદગી* પુસ્તક તમારા જીવનમાં જિંદગીને ચાહવાના કારણો આપી અદ્ભુત પરિવર્તન લાવશે!
સફળ જીવન ત્યારે બને છે, જ્યારે તમારા જીવનમાં આનંદ મળે .
માનવ જીવનમાં રોજેરોજ ઉઠતાં જવલંત પ્રશ્નો સ્પર્શી જાય અને છંછેડી પણ જાય, પણ જિંદગીને સતત ચાહનાર જ નિરાશા, હતાશા અને નકારાત્મક માનસિકતા ને તીવ્ર ઝંખના,સંતોષ આંતરિક શક્તિથી ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે.
આ પુસ્તકમાં આવી જ ચાહત, પડકાર અને આપણા અંદરના ઊંડાણમાં વહી રહેલી શક્તિ વિશેની વાત છે.
કુદરત અને માનવી વચ્ચે જિંદગીની મજા છે .ઇચ્છા શક્તિ, એકાગ્રતા અને અભિગમ આપણને જિંદગી સાથેની ચાહત નો પરિચય કરાવે છે.
દરેક સુંદર વિચાર ખાતરી પૂર્વકનું મહાન,ભવ્યજીવન આપે છે.
'*ચાલને! જિંદગી'* એક અસરકારક શક્તિશાળી અને લાગણીઓથી નીતરતી આપણા જ પ્રશ્નોના જવાબ આપતી અનેક દિશાઓ ખોલી આપનાર ઉત્કૃષ્ટ ચાવીરૂપ વાંચન સાબિત થશે.
સારા ખરાબ બધા અનુભવ જીવનમાં બોધપાઠ આપે છે એટલે જે ઘટના ઘટી એ એનો અફસોસ કર્યા કરતા "જીવનને ચાહો અને આનંદ માણો. "
જિંદગીના દરેક પ્રકરણ ને ચાહવાથી એક સુંદર વ્યક્તિત્વ નિખરશે જે જીવનની ગમે તેવી પરિસ્થિતિમાં પણ દરેક પ્રસંગોને ઉપહાર સમજી આનંદ લૂંટવાની કળા વિકસિત કરશે.
જીવનનું એક સત્ય એ છે કે આપણે જે માંગીશું એવું જીવન હમેશાં નહીં મળે, પણ જે મળશે એ આપણા માટે ઉત્તમ જ હશે.
જીવનને વધુ સુંદર અને જીવંત બનાવવાની એક ઉત્તમ રીત એટલે વર્તમાનને ચાહવું.
"ચાલો અંધારું વાવ્યા કરતાં,અજવાળું વાવીએ "
મને આશા છે કે આ પુસ્તક રસપ્રદ અને ઉપયોગી સાબિત થશે. જિંદગીનો ક્લાઈમેક્સ એટલે જિંદગીની ચરમસીમા.
જેની અનુભૂતિ આ પુસ્તક અચૂક કરાવશે .
સારા પુસ્તકો આપણા જીવનમાં હિંમત, શોર્ય, બહાદુરી, પ્રેમ, ક્ષમા જેવા મહાન ગુણોનો વિકાસ કરે છે.
અને આ પુસ્તક ખરેખર અરીસા સમાન છે.
લેખિકા પારુલ અમિત 'પંખુડી' એ જિંદગી વિશેની પરિભાષા સાચે જ સુંદર રીતે વ્યક્ત કરી છે. તેઓ
સત્ય વક્તા અને સ્પષ્ટ વક્તા છે, સાથે કટાર લેખિકા પણ.
તેઓ આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે
Good 👍
ReplyDeleteCongratulations 💐
Wow kya baat hai
ReplyDelete