Friday, 18 March 2022

સતત સાતમા વર્ષે પણ જરૂરતમંદોના બાળકો/ મહિલાઓમાં હોળીના સપ્તાહમાં ખુશીઓની ફાગણી ઉમંગ ફેલાવતું માનવતા કેમ્પેઇન

SHARE
સતત સાતમા વર્ષે પણ જરૂરતમંદોના બાળકો/ મહિલાઓમાં હોળીના સપ્તાહમાં ખુશીઓની ફાગણી ઉમંગ ફેલાવતું માનવતા કેમ્પેઇન

વડોદરાના પૂર્વ વિસ્તારના શ્રમજીવીઓ અને જરૂરિયાતમંદ પરિવારો અને તેમના બાળકોમાં પણ હોળી જેવા તહેવારને મનાવવા માટે ભારે ઉમંગ હોય છે. શહેરની સેવાભાવી સંસ્થા માનવતા કેમ્પપેઇન ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક મમતા બેન શાહે  જણાવ્યું હતું કે, તેઓ અને તેમની ટીમ દ્વારા લગભગ છેલ્લા એક સપ્તાહથી શહેરના પૂર્વ ભાગમાં આવેલા વિવિધ વિસ્તારના શ્રમજીવીઓ અને જરૂરિયાતમંદોના અંદાજે ૫૦૦ ઉપરાંતના પરિવાર અને તેમના બાળકો સુધી પહોંચી ધાણી,ચણા અને ખજૂર વિ. ના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના લીધે અનેક પરિવારજનો તથા તેમના બાળકોના ચહેરા પર અદમ્ય ઉમંગ વરતાતો જોવા મળ્યો  હતો. જો કે, આ ભગીરથ સેવા પ્રવૃત્તિ સંસ્થા દ્વારા છેલ્લા છ વર્ષથી સતત ચાલી રહી છે. જો લોકોનો આવો જ સાથ અને સહકાર ભવિષ્યમાં પણ મળતો રહેશે તો સંસ્થાની પ્રવૃત્તિના વધુ ફેલાવા સાથે આવા અનેક સેવાકાર્યો ચાલુ જ રહેનાર છે, એમ તેમણે ઉમેરતા જણાવ્યું હતું.

સંકલન-કલ્પેશ પટેલ ,વડોદરા
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: