પેટલાદ તાલુકાની મોરડ પ્રા.શાળાની અદભુત સિદ્ધિ ધર્મજ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીનીઓની ખો-ખોની ટીમ વિજેતા.
મોરડ,
તા.24,પેટલાદ
કહેવાય છે ને કે "પહેલું સુખ તે જાતે નર્યા".એટલે કે શરીર સારું તો બધું સારું.રોગ મુક્ત શરીર અને સ્વસ્થ મન માટે યોગ,કસરત,રમત વગેરે ખૂબ જરૂરી છે.જે અંતર્ગત ગુજરાત સરકાર ઘણા વર્ષોથી ખેલ મહાકુંભનું વર્ષો વર્ષ આયોજન કરે છે.આ વર્ષના ખેલ મહાકુંભનો શુભારંભ થઈ ગયો.જેમાં પેટલાદ તાલુકાની મોરડ પ્રાથમિક શાળામાંથી વયકક્ષા અનુસાર બહુધા બાળકોએ કોઈને કોઈ રમતમાં ભાગ લીધેલ.ખૂબીની વાત તો તે હતી કે શાળા કક્ષાના રમતોત્સવમાં લગભગ શાળાના 90% થી પણ વધુ બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
આજ રોજ તાલુકા કક્ષાના ધર્મજ ખાતેના ખેલ મહાકુંભમાં ધોરણ-6 થી 8ની મોરડ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ ખો-ખોની રમતમાં બાજી મારી હતી.અત્રેની શાળાના મદદનીશ શિક્ષિકાબેન કામિનીબેન જોશી અને વૈશાલીબેન સુથારના માર્ગદર્શન હેઠળ આ દીકરીઓએ ખો-ખોની રમતમાં અદભુત પ્રદર્શન કર્યું હતું.જેમાં ક્રમશઃ રાવલી,વિરોલ અને ધર્મજ શાળાઓની ટીમો સામે જીત મેળવીને તાલુકા કક્ષાની ખો-ખોની વિજેતા ટીમ તરીકે સિદ્ધિ હાંસલ કરી હતી.શાળામા તમામ શિક્ષકશ્રીઓ તથા વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.શાળાના આચાર્યશ્રી ડૉ.નિર્મળદાન ગઢવી સાહેબે ખો-ખોની સમગ્ર ટીમને,માર્ગદર્શક શિક્ષિકાબેન કામિનીબેન તથા વૈશાલીબેનને તેમજ શાળા કક્ષાએ ખેલ મહાકુંભમા આ ટીમને માર્ગદર્શન આપનાર સતિષભાઈ તથા વિરલભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
--કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774
0 comments: