Friday, 25 March 2022

માનવધિકાર એવં મહિલા બાળ વિકાસ સંગઠન અને તથ્ય ફાઉન્ડેશન દ્વારા બાળકીઓને પ્રીતિભોજન કરાવાયું

SHARE
માનવધિકાર એવં મહિલા બાળ વિકાસ સંગઠન અને તથ્ય ફાઉન્ડેશન દ્વારા બાળકીઓને પ્રીતિભોજન કરાવાયું

    માનવધિકાર ઍવમ મહિલા બાદ સંગઠનના અધ્યક્ષ  નિલેશભાઈ જોશીની પ્રેરણા અને માહિલાબદ વિકાસના રાજ્ય મંત્રી મનીષા સોલંકીના માર્ગદર્શન હેઠળ સભ્ય મનીષાબેન નવીનભાઈ શાહ દ્વારા પિતૃ
સ્મરણાર્થે કરમસદ સાકર બા કન્યા શાળાની દીકરીઓને  ખીર,પુરી,સબ્જી નું ભોજન આપવામાં આવ્યું હતું.તથ્ય ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ ભરતદાન ગઢવી એ દીકરીઓને પ્રાર્થના કરાવી પ્રીતિભોજન આરોગાવ્યું હતું શાળાના આચાર્ય મીનાબેન જોશી એમના સહ કર્મચારી તથા માયાબેન ગઢવી સાથે મહિલા બાળ વિકાસ વિશે ચર્ચા કરવામાં આવી,એ સાથે બાળકોએ પોતાની આવડત અને કાવ્ય પઠન કરી આનંદ કર્યોં. આ કાર્યક્રમમાં કલ્પેશભાઈ પટેલ (મીડિયા કોઓર્ડીંનેટર ગુજરાત પ્રદેશ- માનવધિકાર એવં મહિલા બાળ વિકાસ સંગઠન ) , તેજુલભાઈ શાહ,નવીનભાઈ શાહ તથા સભ્ય સોનલબેન સુમારીયા,નિમિશાબેન જાનીએ હાજરી આપી હતી.તથ્ય ફાઉન્ડેશનના પ્રમુખ ભરાતદાન ગઢવીએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

-હર્ષ જાની, આણંદ
SHARE

Author: verified_user

0 comments: