આજની નારી શક્તિ માટે એક વિશેષ લેખ
પ્રિન્સીપાલે પૂછ્યું કેવી “માં” પસંદ છે?
વિદ્યાર્થીએ લખ્યું “ઓફ લાઈન માં”,
દરેક માતા ખાસ વાંચે આ લેખ.
થોડા દિવસ પહેલા ઈંગ્લીશ મિડિયમ શાળામાં બોલાવામાં આવેલ એક મીટીંગમાં ત્યાંના પ્રિન્સીપાલની એક ફરીયાદ એ હતી કે,
એક બાળક વાલી મીટીંગમાં કયારેય પોતાની માતાને શાળાએ લાવતો નથી અથવા એની માતા કયારેય વાલી મીટીંગમાં આવતી નથી.
ધોરણ પાંચના તે કલાસના દરેક વિદ્યાર્થીઓ સાથે અલક મલકની વાતો કરીને પછી દરેકને કેવી ”માં” પસંદ છે તે નિબંધ લખવા માટે આપ્યો.
દરેકે પોત પોતાની માતાના વખાણ લખ્યા હતા.રાહુલના લખાણનું હેડીંગ હતું.
”ઓફ લાઈન “માં”
(મોબાઈલ ના વાપરતી હોય તેવી).
મારે “માં” જોઈએ છે પણ “ઓફ લાઈન”.
મારે અભણ “માં” જોઈએ છે જેને “મોબાઈલ” વાપરતા નહીં આવડે તો ચાલશે પણ મારી સાથે “દરેક જગ્યાએ જવા માટે સમય” હોય.
મારે “જીન્સ” અને “ટીર્શટ” પહેરે તેવી “માં” નહીં પણ છોટુના મમ્મી જેવી સાડી પહેરતી “માં” જોઈએ છે. જેના ખોળામાં માથું રાખીને હું છોટુની જેમ સુઈ શકું.
મારે “માં” તો જોઈએ છે પણ “ઓફ લાઈન” જેને “મારા માટે સમય” તેના “મોબાઈલ” કરતાં “વધારે” હોય “પપ્પા” માટે વધારે હોય,
જો ઓફ લાઈન “માં” હશે તો પપ્પા સાથે ઝગડો નહિ થાય.
મને સાંજે સુતી વખતે વીડીયો ગેમ્સની બદલે વાર્તા સંભળાવીને સુવરાવશે.
ઓન લાઈન પીઝા નહિ મંગાવે, મને અને બા બાપુને સમયસર રસોઈ કરીને જમાડશે.
બસ મારે તો એક ઓફ લાઈન “માં” જોઈએ.
આટલું વાંચતા મોનીટરના હીંબકા પુરા કલાસમાં સંભળાય રહયા હતાં.
દરેક વિદ્યાર્થીની આંખોમાં ગંગા જમુના વહેતી હતી.
મિત્રો....આ આજના જમાનામાં “મોબાઈલ” પ્રત્યે “અત્યંત પ્રેમ રાખનાર માતાઓ” ને સમજવા લાયક ધટના છે.
ડૉ ઈન્દ્રવદન એન પરમાર
મશિ શ્રી ઉત્તર બુનિયાદી વિધાલય ડેમલી.
0 comments: