સી.વી.એમ.યુનિવર્સિટીની આંતર કોલેજીએટ ફૂટબોલ સ્પર્ધામાં એસ.એસ.પટેલ કોલેજ ઓફ ફિઝીકલ એજ્યુકેશન ચેમ્પિયન
આણંદ
સી.વી.એમ.યુનિવેર્સિટી સલગ્ન વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ૨૩,૨૪ ફેબ્રુઆરી એમ બે દિવસ આંતર લેજીએટ ફૂટબોલ સ્પર્ધાનું આયોજન શાસ્ત્રી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં એસ.એસ.પટેલ કોલેજ ઓફ ફિઝીકલ એજ્યુકેશન ચેમ્પિયન થઈ હતી. પ્રથમ મેચમાં SEMCOM કોલેજ સામે ૩/૦ થી, સેમિ ફાઇનલ મેચમાં ADIT કોલેજ સામે ૩/૦ થી અને ફાઇનલ મેચમાં પણ NVPASS સામે 2/૦ થી વિજય પ્રાપ્ત કર્યો હતો. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત જી.સેટ કોલેજના પ્રિન્સિપાલ અને એન્જીનિયરીંગ ડિપાર્ટમેંટના ડીન હિમાંશુ સોનીના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી હતી.ફૂટબોલ એકેડેમીના ડાયરેક્ટર ગોપાલ કાગ દ્વારા દરેક ખેલાડીઓને મેડલ આપવામાં આવ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ બી.એલ નાગરે જીવનમાં રમત ગમતનું મહત્વ સમજાવી વિજેતા તેમજ ઉપ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ટીમના કોચ જીતેન્દ્ર ડાંગીના માર્ગદર્શન હેઠળ ચેમ્પિયન ટીમે દરેક મેચમાં એકપણ ગોલ ખાધા વિના સતત વિજય મેળવી ચેમ્પિયન ટીમનો ખિતાબ હાસલ કર્યો હતો.
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: